મચ્છરની ઉત્પતિ સબબ 124 અસમીઓને નોટિસ

કાળઝાળ ઉનાળામાં પાણીજન્ય રોગચાળામાં  વધારો નોંધાયો છે. મેલેરિયાએ દેખા દીધી છે.  શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી – ઉધરસના 185 કેસ, સામાન્ય તાવના 71 કેસ, ઝાડા – ઉલટીના 109 કેસ નોંધાયા છે.

છેલ્લા એક સપ્તાહમાં પોરાનાશક કામગીરી હેઠળ 15,338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવ્યું હતું.  125 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

સોરઠિયા પ્લોટ, બાપુનગર કવા., જુના ગણેશનગર, કેવડાવાડી, વસુંઘરા સોસા., સ્લમ કવા., લલુડી વોકળી, ઘાંચીવાડ, નવયુગ5રા, કોઠારીયા કોલોની, લોર્ડ કિષ્ના સોસા., ઘનશ્યામ સોસા. (રેલનગર), ઘનશ્યામ વાટીકા – 1, ર, પો5ટ5રા, અમૃત રેસીડેન્સી, મહાદેવનગર (રેલનગર), ડો. હેડગ્રેવાડ ટાઉનશી5 (રેલનગર), 5રસાણાનગર, અંકુર સોસા., વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 185 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરીમાંનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 124 આસામીને નોટીસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.