ત્રણ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-0થી સરસાઈ મેળવી લીધી છે
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એડિલેડમાં પ્રથમ વન ડે મેચ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 287 રન બનાવ્યા હતા જેના જવામાં ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં આ ટાર્ગેટ પાર પાડ્યો હતો પરિણામે ત્રણ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડે આપેલા 288 રનના ટાર્ગેટની પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ વિકેટ માટે ડેવિડ વોર્નર- હેડ વચ્ચે 147 રનની ભાગીદારી નોંધાઈ હતી. વોર્નર 86 રન બનાવ્યા હતા જ્યારે સ્મિથે અણનમ 80 રન બનાવીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 31 રનમાં જ ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ પેવેલિયિન ભેગા થઈ ગયા ગતા જોકે, ડેવિડ મલાને ટીમની બાજી સંભાળીની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. મલાને 128 બોલમાં 4 સિક્સ અને 12 ચોગ્ગાની મદદથી 134 રન ફટકાર્યા હતા બાકીના બેટ્સમેનો કાંઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા.