• મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ વિશ્ર્વ ફલક પર ચમક્યું
  • ભારતીયો બ્રાન્ડ નેમને વિશ્ર્વ ફલક પર ચમકાવવાનું મલબારે પ્રાપ્ત કર્યું ‘શ્રેય’

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ પુરસ્કૃત મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ બ્રાન્ડ હવે વિશ્વ ફલક પર પોતાનો દબદબા ભર્યું સ્થાન બનાવવામાં સફળ થઈ છે,” મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ” ને વિશ્વના સૌથી મોટા જવેલરી ગ્રુપમાં છઠ્ઠું સન્માન્ય સ્થાન પ્રાપ્ત થયું છે મલબારે ભારતીય બ્રાન્ડ ને વિશ્વ ફલક પર ચમકાવવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે.

મલબાર ગ્રુપના ચેરમેન એમપી અહમદ મેનેજિંગ ડિરેક્ટર   ઓ આશર અને ભારતમાં મલબારનું ઉત્પાદન અને સંચાલન કરતા ડાયરેક્ટર એકે નિશાદ ને આ પુરસ્કાર તેમના હાથે સ્વીકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.જેમ્સ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલ ના ચેરમેન આશિષ પાઠે એ કાઉન્સિલના શ્યામ મહેરા, નિલેશ શોભાવત અને ડાયરેક્ટર સુનીલ પોદાર ની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ દ્વારા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ ને ગુણવત્તા નેટવર્ક અને સતત પણે વિસ્તરતા જતા જેમ એન્ડ જ્વેલરી વ્યવસ્થાય માં સતત પણે પ્રગતિ સાધવા બદલ વિશ્વના સૌથી મોટા જૂથમાં છઠ્ઠા ક્રમે સામેલ કરીને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડને વૈશ્વિક મંચ પર પ્રસ્થાપિત કર્યું છે.વ્યવસાયિક સફળતાની સાથે સાથે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ ને ભારતીય બ્રાન્ડ નેમ ને વૈશ્વિક ફલક પર ચમકાવવાનું બેવડું શ્રેય પ્રાપ્ત થયું છે આ સફળતા ને લઈને ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી તેને શુભેચ્છાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.