તંત્રનાં નીતિ-નિયમોનાં પાલન સાથે ગ્રાહકોની સુરક્ષા માટે રખાતી ખાસ તકેદારીઓ: સેનીટાઈઝર, શરીરનું તાપમાન માપવા સહિતની સુવિધાઓ
દેશમાં ગોલ્ડ અને ડાયમંડ ક્ષેત્રે સૌથી ઝડપથી વિકસતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડનાં શો-રૂમ રાજકોટ સહિત ગુજરાતભરમાં ધમધમી ઉઠયા છે. અમદાવાદ, વડોદરામાં પણ આજથી શો-રૂમો શરૂ થઈ ચુકયા છે. શો-રૂમમાં સરકારનાં નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોની સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવે છે. શો-રૂમમાં ખુરશીઓ, દરવાજા, સ્વાઈપ મશીન અને પ્રોડકટ સહિતની વસ્તુઓને સેનેટાઈઝ કરવામાં આવી છે. ગ્રાહકોને બેસવાની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બિલીંગ સમયે ગ્રાહકો વચ્ચે અંતર રહે તે માટે ફલોર ઉપર માર્કિંગ કરવામાં આવ્યું છે. શો-રૂમનાં કર્મચારીઓ હાથનાં મોજા અને મોઢે માસ્ક બાંધીને કામ કરે છે. આ ઉપરાંત શો-રૂમમાં પ્રવેશતી વખતે થર્મલ ગનથી સ્ક્રિનીંગ કરાવવું અને હાથ સેનીટાઈઝ કરવા ફરજીયાત છે. આ તમામ સુવિધા માલાબાર ગોલ્ડનાં બધા જ શો-રૂમમાં ઉભી કરવામાં આવી છે. આ મામલે ચેરમેન એમ.પી.અહેમદે જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં સ્ટોર ફરીથી શરૂ કરી દીધા છે. સ્થાનિકતંત્ર પાસેથી જરૂરી તમામ મંજુરીઓ મેળવી લેવાઈ છે. અમારા માનવંતા ગ્રાહકોની સુરક્ષા અને આરોગ્ય માટે અમે ચુસ્તધારા ધોરણોનું પાલન કરી રહ્યા છીએ.