સેનાની નિયમિત કામગીરીમાં ભાગ ન લેતા ૧.૭૫ લાખ સ્ટાફમાંથી વધારાના સ્ટાફની છટણી કરીને આર્થિક કરકસર કરવાની સૈન્યની યોજના
ભારતીય સૈન્ય પાસે ૧.૭૧ લાખ કરોડ રૂા.નું બજેટ છે જેમાંથી ૮૩ ટકા બજેટ પગાર અને અન્ય ખર્ચ
માટે વપરાય છે, જ્યારે સૈન્યના આધુનિકીકરણ માટે માત્ર ૧૩ ટકા રકમ જ વપરાય છે
વિશ્ર્વની સૌથી ત્રીજી મોટી સૈન્ય શકિત ધરાવતા ભારતીય સૈન્યને કેન્દ્ર સરકાર હવે સ્માર્ટ બનાવવા જઈ રહી છે. જેના ભાગરૂપે સેનાની નિયમિત કામગીરીમાં જેનો સમાવેશ તતો નથી તેવા ૧.૭૫ લાખ અધિકારી, જવાનો અને કર્મચારીઓમાંથી ૭૭ હજાર જેટલા વધારાના સ્ટાફને છૂટો કરવાની યોજના બનાવી છે. આ યોજનાથી આ સ્ટાફને અપાતા પગાર ભથ્થા સહિતના લાભો બંધ થવાથી આશરે ૧૬૦૦ કરોડ રૂા.ની બચત થશે. જેનાથી સેનાને સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવાની સાથે સાથે આર્થિક કરકસર પણ થઈ શકશે.
ભારતીય સેનામાં અત્યારે ૧.૭૫ લાખ અધિકારી કર્મચારીઓ અને સૈનિકો મિલ્ટ્રી એન્જીનીયરીંગ સર્વીસ, નેશનલ કેડેટ કોપ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, પ્રાદેશિક સેના, સૈનિક સ્કુલનું સંચાલન, આસામ રાયફલ, રાષ્ટ્રીય રાયફલલ અને વધારાના દળો કે જે કાયમી ધોરણે સૈન્યની નિયમિત સેવામાં યોગદાન આપતા નથી. આવા તમામ ક્ષેત્રમાંથી બિન જરૂરી વધારાના સૈનિક કર્મચારીઓની છટણી કરવામાં આવશે. સેનાના આયોજન અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અને સર્વેમાં સેનામાંથી બિન જરૂરી વધારાના હોય તેવા ૨૭૯૦૦ કર્મચારીઓની છટણી કરવાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.
સેનાની છટણીના આ પ્રસ્તાવમાં સૈન્યની નિયમિત કામગીરીમા ન આવતી એવી ‘નોન કોર એકટીવીટી’માં કાર્યરત કે જેને ‘કોમ્પોઝીશન ટેબલ -૨’ (સીટુ-૨) તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી આ વધારાના ૨૭ હજારના સ્ટાફને છૂટો કરવા સંરક્ષણ મંત્રાલયને પ્રસ્તાવ કરાયાનું સેનાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતુ આ સુચિત ઘટાડો સૈન્યને ઝડપથી તૈનાત કરવા અને ઓપરેશન માટે બહુમુખી હબમાં પરિવર્તિત કરવા માટેના મોટા સુધારાના એક ભાગ રૂપે જોવા આવે છે. જેનાથી આગામી છ સાત વર્ષમાં આશરે ૧.૫ લાખ કર્મચારીઓ દ્વારા થતા માનવ શકિતના ઉપયોગને ઘટાડીને ૬ થી ૭ હજાર કરોડના વાર્ષિક ખર્ચને ઘટાડવામાં આવશે.
ગયા વર્ષે સેના દ્વારા કરવામાં આવેલા ચાર અલગ અલગ વૈકલ્પીક વ્યવસ્થા અને સુધારાઓની જરૂરી પ્રક્રિયા અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. સેનામાં સુધારાની શરૂઆત વધારાના સૈનિકોની છટણીથી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મોરચા ઉપર ૨૨૯ અધિકારીઓ અને નાયબ મુખ્ય અધિકારીઓ ઈન્ટેલીજીન્દસ પરિવહન અને આયોજન ક્ષેત્રે કાબેલ સ્ટાફને મૂકવાની જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
બદલાયેલા સમય મુજબ સેના યુધ્ધભૂમિની ટુકડીઓને વધુ કાર્યક્ષમ બનાવી વધુ આક્રમક બનાવવાની દિશામા આગળ વધી રહી છે. પાકિસ્તાન અને ચીનના સરહદીય વિસ્તારમાં સેનાની કાર્યક્ષમતા વધારવા માટે સેના વધારાના સ્યાફને ખર્ચને ઘટાડીને સરહદની સૈનિક વ્યવસ્થાને વધુ ધારદાર બનાવવા જઈ રહી હોવાનું મનાય છે. સૈન્યને ક્યાં કારણોસર સુધારાની જરૂર છે તે ચકાસીએ તો સૈન્યના છ ઓપરેશનલ/રીજીયોનલ કમાન્ડ અને એક ટ્રેનીંગ કમાન્ડમાં ૪૩ હજાર અધિકારીઓ અને ૧૨.૫ લાખ જવાનો કાર્યરત છે. આ છ કમાન્ડોને ૧૪ કોપ્ટસ, ૫૦ ડિવિઝન અને ૨૪૦ બ્રિગેડસમાં વહેંચવામાં આવી છે. સેના પાસે ૧.૭૧ લાખ કરોડ રૂા.નું વિશાળ બજેટ છે પરંતુ તેના બજેટની ૮૩ ટકા રકમ પગાર અને અન્ય ખર્ચમાં જાય છે જ્યારે ૧૩ ટકા રકમ જ સૈન્યના આધુનિકીકરણ માટે વપરાય છે. સૈન્યને પાસે હાલ આધુનિક શસ્ત્રો, હેલિકોપ્ટર, યુએવી, ૧૫૫ મીમી હોવીઝયર તોપ, નાઇટ ફાઇટીંગ કેપિબિલિટી, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ વગેરે જેવા આધુનિક શસ્ત્રોની કમી જોવા મળી રહી છે. જેથી આ કરકસર કરી સૈન્યને સ્માર્ટ બનાવવા માટે આ યોજના બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.