હિરે ડ્રોઈંગમાં બે આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય લલીતકલા એકેડમીના ઈનામ જીત્યાં છે
રાજકોટનાસિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પકભાઇ અને રૂપાબેન દોશીની પુત્રીહીરે હાલમાં ફ્રાંસ ખાતે યોજાયેલ આંતર્રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ત્રીજો આંતર્રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ભારતનું અને સવિશેષ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.સેન્ટર ફોરયુનેસ્કો ઇન્ટરનેશનલ ફ્રાંસ છેલ્લા ૨૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરે છે. વર્ષ ૨૦૧૯ માટે આ સ્પર્ધાની થીમ “ઇતિહાસમાં નિશાનો અને લેખન હતી. રાજકોટની હીર દોશીએ ઉક્ત સ્પર્ધામાં ૧૦ થી ૧૩વર્ષના વયજૂથની કેટેગરીમાં ભાગ લીધો હતો.વર્તમાનમાં આપણા દેશમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી ચાલતી હોઈ હીરે ગાંધીજીના જીવનની ચાર મહત્ત્વપૂર્ણ ઘટનાઓને ચિત્રના માધ્યમથી આલેખી હતી, જેનું શીર્ષક મેકિંગ ઓફ ધી મહાત્મા હતું.
આ વર્ષે આયોજકોને ૬પ દેશોમાંથી કુલ ૨૪૧૯ એન્ટ્રી મળી હતી. આ હરીફાઈમાં ચિ.હીરના ડ્રોઈંગને નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત ત્રણ વર્ષ દરમિયાન હીરે ડ્રોઇંગમાં બે આંતરરાષ્ટ્રીય ઇનામો તથા ગુજરાત રાજ્ય લલિતકલા એકેડેમીના ઇનામ જીત્યા છે.