સુંદર દેખાવા માટે દરેક યુવતી મેકઅપ લગાવતી હોય છે. પરંતુ તે માત્ર ૧ કલાકમાં તો સાવ ખરાબ થઇ જાય છે. અને ફાઉન્ડેશન તમારો સાથ છોડી દે છે. માટે તમાર ફાઉન્ડેશનને વધુ સમય સુધી ટકાવી રાખવા અપનાવો આ ઇઝી ટીપ્સ. તમે મોંઘુ ફાઉન્ડેશન વાપરો અને તે લાંબા સમય સુધી રહે તેવું કશુ જ નથી તમારે માત્ર તેને લગાવવાની યોગ્ય રીત જાણવાની છે.
– મોઇસ્ચરાઇઝ :
ફાઉન્ડેશન લગાવતા પહેલા ખાસ ખ્યાલ રાખો કે ત્વચા રૂક્ષ ન હોય તેને જરુરી મોઇસ્ચરાઇઝન મળે તો ફાઉન્ડેશન તમારી સ્કિનને પેચી બનાવી દે છે.
– પ્રાઇમર :
પ્રાઇમર લગાવાથી બેઝ સ્મુથ બને છે એક સારુ પ્રાઇમર ફાઉન્ડેશનને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદરુપ બને છે.
– ટુલ્સનો ઉપયોગ :
હાથનો ઉપયોગ કરવાને બદલે બ્યુટી ટુલ્સનો ઉપયોગ કરવાથી મેકઅપ સીધુ સ્કિન પર લાગે છે. જે તેને લોંગ લાસ્ટીંગ બનાવે છે.
– પાઉડરથી સેટ કરો :
જો તમે લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરતા હોય તો મેકઅપને સેટ કરવા માટે ટ્રાન્સલુશન્ટ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. જે લિક્વિડ ફાઉન્ડેશનને વધુ ટકાઉ બનાવે છે.
મેકઅપ કરતા પહેલા તો ફેસને ક્લિન કરવું ખૂબ જ જરુરી છે જો સમય વધુ હોય તો તમે મેકઅપ પહેલા સ્ક્રબ પણ કરી શકો છો.