મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવું એ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિ છે
સૌ સાથે બેસીને નિર્ણય લ્યે તો રાજકોટ ગુજરાત, દેશને રાહ ચીંધી શકે એમ છે
હમણાં હમણાં કોરોના જેટલો જ પ્રશ્ર્ન સંચાલક- વાલીનો ફી માટે ચગ્યો છે. ન્યુઝ પેપર્સમાં અને વોટસ-અપ, ટીકટોક દ્વારા દરરોજ મેસેજના ઢગલા થાય છે. દરેક પોત પોતાની વાતને વળગી રહી અન્યને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેથી આ પ્રશ્ર્ને વાલી, સંચાલક, સરકાર શિક્ષકો માટે કંઇક લખવાની ઇચ્છા થઇ મારો પ્રયન્ન તટસ્થ રીતે પ્રશ્ર્નને વાતા આપવાનો પ્રયાસ છે. કોઇએ બંધ બેસતી ટોપી ઓઢી દુ:ખ ન લગાડવો, મે શાળા સંચાલક તરીકે વાલી તરીકે, શિક્ષક સંઘ તથા આચાર્ય સંઘમાં મહત્વના હોદા પર રહી કાર્ય કર્યુ છે. શાળા સંકુલના ક્ધવીનર તરીકે રહી મિત્રોના સાથ સહકારથી રાજકોટનું નામ ગુજરાત ગાંધીનગર સુધી રોશન થાય એવું કાર્ય કર્યુ છે હાલ સંપૂર્ણ રીતે નિવૃત છું પણ વિઘાર્થીના પ્રશ્ર્ને પ્રવૃત છું.
મારી કરબઘ્ધ વિનંતી શાળા સંચાલક મિત્રોને છે. વિઘાર્થી છે તો શાળા છે. શાળા છે તો શિક્ષકો છે આપણે છીએ હાલના સંજોગોમાં આપણે વિઘાર્થી માટે વિચારવાનું છે. વિઘાર્થીને બીજે અનુકુળ ન હતું તેથી આપણી પાસે મૂકે છે. આપણા ઉપર વાલી કેટલો મોટો ભરોસો મૂકયો છે. આ ભરોસાને આપણે કાયમ ટકાવવાનો છે.
રાજકોટની વાત કરીએ તો લગભગ ૪૦૦ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે. તેમાંથી ૧૫ ટકા થી વધારે શાળા સંચાલકો એટલા સઘ્ધર છે કે કદાચ છ માસ કે બાર માસ ફી ન આવે તો પણ ચલાવી શકે એમ છે અને બીજા આર્થિક રીતે નબળા ૧પ થી ર૦ ટકા સંચાલકોેને મદદરૂપ થઇ શકે એમ છે. ર૦ ટકા જેટલા શાળા સંચાલકો ખમતીધર છે તે પણ છ માસ કે ૧ર માસ ખેંચી શકે એમ છે. ર૦ ટકા જેટલા સંચાલકો તેમના શિક્ષકોને સમજાવી પગારમાં એડજેસ્ટમેન્ટ કરી ચલાવી શકે એમ છે. હવે બાકીની શાળાના સઁચાલકો વિઘાર્થીના વાલીને સમજાવી પ્રયત્ન કરે તો જરૂર રસ્તો નીકળે એક શાળા સંચાલકનો ફોન આવ્યો કહે ફી નથી આવતી, મેં કહ્યું મહાનગરપાલિકા એપ્રિલ-મે માસમાં ઘરેવેરામાં ૧૦ ટકા ડીસ્કાઉન્ટ આપે છે કોઇને ઘેર કહેવા નથી જતા લાલચથી વેરો ભરી દે છે તમે આવી માનસિકતા વાલીમાં જગાડો.
વિઘાર્થીઓના વાલીઓએ પણ સગવડતા હોય તો સંચાલકોને મદદરૂપ થવું જોઇએ. તમારા બાળકોએ જો એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની પરીક્ષા આપી હોય તો જાણતા જ હશો કે માર્ચ મહીનામાં પરીક્ષા પૂર્ણ થઇ જાય છે. પછી બાળક શાળાએ જતો નથી છતાં એપ્રિલ-મે માસની ફી તો ભરીએ જ છીએ. કદાચ કોરોનાની પરિસ્થિતિ ઉભી ન થઇ હોત તો બાળક ૧પ એપ્રિલ પછી શાળાએ વેકેશનને કારણે જવાનો જ ન હતો. ત્યારે ફી તો ભરવી જ પડત ને છેલ્લા બે ત્રણ માસથી રોજગાર ધંધા બંધ હતા તેથી પગાર ન થયાં તે મુશ્કેલી હોય જ પરંતુ તમારે તમારા બાળકના શાળા સંચાલકને વિશ્ર્વાસ અપાવવો જોઇએ કે અમે કંઇક રસ્તો કાઢી સારી પરિસ્થિતિમાં જરૂર ફી ભરીશું મુશ્કેલીના સમયમાં સૌ મદદરૂપ થાય તે તો ભારતની સંસ્કૃતિ છે.
સૌ સરકાર સાથેની સંચાલકની મિલિભકતની વાતો કરે છે તે વ્યાજબી નથી સરકારને ફકત શાળાના જ પ્રશ્ર્નો નથી તેમને કોલેજ, યુનિવર્સિટી, એન્જીનીયરીંગય, મેડીકલ કોલેજમાં ભણતાં વિઘાર્થીઓના પ્રશ્ર્નો છે. કદાચ સરકાર શાળાની ફી માફ કરાવે તો કોલેજ વાળા પણ આ પ્રશ્ર્નો આગળ ઘરે સરકારે ડોશી મરે એની બીક નથી જમ ઘરભાળી જાય તેની બીક છે. ગરીબ, મઘ્યમ વર્ગ માટે સરકારી શાળાઓ છે જ ચાલીસ પચાસ વર્ષ પહેલા સેલ્ફ ફાયનાન્સ શાળાઓ હતી? હવે સેલ્ફ ફાયનાન્સ શાળાઓ વધી છે. ત્યારે સરકાર નાણાંકીય જોખમ ઓછું ઉઠાવવા તૈયાર હોય એમ લાગે છે.
રાજકોટના સદભાગ્યે ઉત્સાહી, વહીવટી કુશળ, તજજ્ઞ અને માયાળુ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાય મળ્યા છે. તેઓ શૈક્ષણિક કાર્યને કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ તેમની પણ મર્યાદા છે જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી તેમને મદદપ થાય છે આ બન્નેએ મળી શહેર-જિલ્લાની શાળાઓનું ૨૦૨૦-૨૧ ના વર્ષનું અંદાજ પત્ર શાળા સંચાલકો પાસે તૈયાર કરાવી ફી માટે રસ્તો કાઢી શકાય એમ છે. બન્ને અધિકારીઓએ ગ્રાન્ટેડ તથા નોનગ્રાન્ટેડ શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો પાસે દરેક ધોરણના દરેક વિષયના ત્રણ ત્રણ માસના અભ્યાસક્રમ, ગૃહકાર્ય, પ્રશ્ર્નોતરી વગેરે તૈયાર કરવી. પ્રિન્ટેડ કરી શાળાને પહોચતી કરે એવા પ્રયત્ન કરશે તો રાજકોટ શહેર જિલ્લા સમગ્ર ગુજરાતને રાહ ચીંધનાર બનશે.
આ કાર્યથી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ઉત્સાહ જાગશે અને કરેલ કાર્યને લાંબા ગાળા સુધી યાદ કરશે. સમય તો હમણાં પસાર થઇ જશે. સૌ દુ:ખના દહાડાને થોડા સમયમાં ભૂલી જશે પણ યાદ કરશે સૌએ હળી મળીને લીધેલ નિર્ણયને…… લે.રૂગનાથભાઇ દલસાણીયા