રાજકોટને ઓટોમોબાઇલનું હબ ગણવામાં આવે છે.ત્યારે રાજકોટના લોકોનું માઈન્ડ ક્રિએટીવીટીતરફ વળે તે સામાન્ય છે.રાજકોટમાં રહેતા એક યુવાને વિદેશમાં રેસિંગમાં વપરાતી કારની કોપી ટુ કોપી કાર બનાવી છે.ખાસ વાત તો એ છે કે આ યુવાનના પિતા સામાન્ય મજુરી કામ કરે છે.
રાજકોટનો 21 વર્ષીય યુવાન પ્રતિક કેશુભા ટાંક નામના યુવાને આઈટીઆઈમાં મોટર એન્જિનીયરનો કોર્ષ કર્યો છે.આ યુવાનને રેસિંગ કાર બનાવાનો પહેલેથીજ શોખ ધરાવતો હતો.તેણે ભંગારમાંથી એક એક પાર્ટ્સ એકત્ર કરી અથાક મહેનત કરી આ કાર બનાવી છે.પ્રતિક છેલ્લા ત્રણ વર્ષથી ગેરેજમાં નોકરી કરે છે.પ્રતિકે રૂપિયા બચાવી પોતે જાતે મહેનત કરી આ કાર બનાવી છે.હાલ પ્રતિક આ કાર રાજકોટના રસ્તાઓ પર ફેરવી રહ્યો છે.પ્રતિકને તેના બે મિત્રો નયન કામરીય અને જીજ્ઞેશ ભટ્ટનું માર્ગદર્શન અને મદદ મળી છે.