દરેક વ્યકિતને પોતાને સુંદર દેખાડવાનો શોખ હોય છે અને તેના સુધરતાથી લોકો આકર્ષિત થાય તેવું બધા જ ઈચ્છતા હોય છે સ્ત્રીઓને પોતાના નખ બહુજ ગમતા હોય છે જો નખ તૂટી જાય તો ગમતું નથી હોતું. તો હવે નખને ઉગાડો વધુ ઝડપથી તે પણ ઘરના ઉપચારોથી…
હવે સ્ત્રીઓ નખને વધારવા માટે નુસ્કા અપનાવે છે, ત્મારે મોઘા પાર્લરની કોઈ જરૂરિયાત નથી ઘરગથ્થું ઉપાય કરો જેથી તમને તમારા નખ વઘારે વધતાં અને મજબૂત બનશે. જો તમારે તમારા નખને સુંદર અને મજબૂત બનાવવા હોય તો નીચે મુજબની ટિપ્સ અને ટ્રિક્સ અપનાવી જુવો…
બેકિંગ સોડા:
નખની સુંદરતા વધારવા માટે નવશેકા પાણીની અંદર બેકિંગ સોડામાં દશ મિનિટો સુધી નખને ડૂબાડી રાખો, જેથી તમારા નખમાં . આ પ્રયોગ કરવાથી અઠવાડિયામાં તમારા નખમાં ચમક આવી જશે.
લીંબુ ટુકડા:
એક લીંબુ તેના નાના-નાના ટુકડા કરી તેની માલીશ નખ પર કરો ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો જેથી તમારા નખ વધુ મજબૂત થસે.
લીલા શાકભાજી :
લીલા શાકભાજી કે જેનાથી શરીર ને પૂરતા પ્રમાણ મા કેલ્શિયમ મળી રેહતું હોય તેનું સેવન કરવાથી નખ મજબુત બને છે. આ સાથે દરેક ઋતુ મુજબ જુદા-જુદા ફળો નું સેવન કરવું જોઈએ.
લસણ :
નખ માટે એક લસણ ની કળી ને હાથ ના નખ ઉપર દસ મિનીટ સુધી ઘસ્યા બાદ હાથ ને સાબુ થી ધોઈ લેવા ત્યારબાદ ક્રીમ હાથ પર લગાવી લેવી.
ટમેટા નો રસ :
અડધી વાટકી ટમેટા નો રસ લઇ તેમાં બે ચમચી જેતુન નું તેલ ઉમેરી સારી રીતે ભેળવી લો અને તમારા નખ ને આ મિશ્રણ મા પંદર મિનીટ સુધી ડુબાડી રાખો. આ રીત નો ઉપયોગ કરવાથી એક જ સપ્તાહ મા નખ મા ચમક આવી જશે સાથે જ નખ મોટા અને મજબૂત બનશે.
સંતરા નો રસ:
નખ ની સુંદરતા માટે એક વાટકી મા સંતરા નો રસ કાઢી તેમાં હાથ ને પંદર થી વીસ મિનીટ સુધી ડુબાડી રાખો અને ત્યારબાદ નવશેકા પાણી થી હાથ ધોઈ લેવા અને તેમાં ક્રીમ લગાવી લેવી.