ગુજરાતી સંગીત જગતને વધુ પ્રગતિશીલ બનાવવાના ઉમદા કાર્યને લઇ આ વેબ સોન્ગ સાથે સંકળાયેલા કલાકારો, પ્રોડયુસર અને ડાયરેકટરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી
ગુજરાતના સુપ્રસિઘ્ધ કંપોઝર, સિંગર અને સોન્ગ રાઇટર ભાવિક જોશી દ્વારા ‘તારો આશિક બનાવી જા’ નામે ગુજરાતી સોંગ યુ-ટયુબ ની આર.ડી.સી. ગુજરાતી ચેનલ પર ર૬ જુલાઇ શુક્રવારના રોજ ધુમ મચાવશે.
છ વર્ષ ની ઉમરથી મ્યુઝીક કોમ્પોઝીશન અને સોંગ રાઇટીંગ કરતા મુળ રાજકોટના ભાવિન જોશીએ ૧પ થી વધુ ગુજરાતી અને હિન્દી ગીતો તેમજ શોર્ટ ફિલ્મ અને વેબ સીરીઝમાં બેકગ્રાઉન્ડ સ્કોર આપી ચુકયા છે. ગુજરાતી સંગીત જગત ને વધુ પ્રગતિશીલ બનાવી બોલીવુડ સંગીત જગત સમક્ષ લઇ જવા છેલ્લા આઠ વરસથી તે સતત કાર્યરત છે. તારો આશિક બનાવી જા ગીતમાં શબ્દ, કમ્પોઝીશન તેમજ સ્વરો ભાવિકે આપેલા છે. ગીતને વધુ સુંદર બનાવવા જાણીતા ગઝલ ગાયક ભાસ્કર શુકલની સુપુત્રી વિદીતા શુકલ એ પોતાના સુમધુર અવાજમાં સ્વર આપેલ છે. જયારે મ્યુઝીક અરેન્જમેન્ટ નીરજ શાહ એ કરેલ છે. તેમાં તાલ પુરાવવા મિતેષ ઓઝા અને ઐયાસ ઝરીયા એ રીધમ અરેન્જમેન્ટ કરેલ છે. રાજકોટ ખાતે આવેલા હાર્મનિ ડીજીટલ સ્ટુડીયો માં ગીતનું ડબીંગ મીક્ષીન્ગ તેમજ માસ્ટરીંગ નીરજ શાહ દ્વારા કરવામાં આવેલ છે.
મુળ રાજકોટ રહેવાસી અને આઇ.ટી. જગતમાં વર્ષોથી કાર્યરત શ્રી કુંતલ એચ.દવે એ ઓડીયો, વિડીયોનું સંપૂર્ણ નિર્માણ પોતાના માર્ગદર્શન હેઠળ કરી ગુજરાતની પ્રજાને સહપ્રેમ ભેટ આપે છે. જેમના તાલે તાલ મીલાવતા નિશ્વલભાઇ જોશીએ ખડેપગે રહી પ્રોડકશન હેડની ફરજ બજાવી છે.
તારો આશિક બનાવી જા ગીત ભાવિક જોશી અને અવની પરમાર પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ગીતનું સંપૂર્ણ નિદેર્શક રાજ્ઞેશ ઇન્દ્રોડીયા એ કરેલ છે. ત્યારે સિનેમેટોગ્રાફી રાજ્ઞેશ ઇન્દ્રોડીયા અને જતની ઉચાટ કરેલ છે. એરીયલ સિનેમેટોગ્રાફર તરીકે દિપક અડવાણી તેમજ એડીટીંગ અને પોસ્ટર ડીઝાઇન રાજ્ઞેશ ઇન્દ્રોડીયાએ કરેલ છે. વિઝયુલાઇઝેશન આકર્ષક બનાવવા માટે વીએફઝેડ અને સીઆઇ આર. જે. ડ્રીમ્સ એન્ટરટેઇન્મેન્ટ કંપની દ્વારા કરવામાં આવેલ છે. ડીજીટલ પાર્ટનર તરીકે આરડીસી ગુજરાતીએ સોનામાં સુંગમ ભેળવી છે.
ગુજરાતની સંગીત પ્રેમી પ્રજાને કુંતલ દવે અને શિવત્વ મ્યુઝીક દ્વારા પ્રસ્તુત થતું તારો આથિક બનાવી જા ગીત પસંદ આવે અને તેમનો પ્રેમ અને આશીર્વાદ મળે એવી આશા આ સોન્ગ નું ટ્રીઝર લોન્ચ થયું છે. જયારે સોન્ગ ર૬ જુલાઇએ ધુમ મચાવશે