નરમ, સુંદર અને આકર્ષક હોઠ તમારા ચહેરાને ચાર ચાંદ લગાવી દે છે. ઘણા લોકો પોતાના ફાટેલા હોઠથી ઘણા પરેશાન રહે છે. પરંતુ આજે અમે તમને જણાવીએ એક એવી ટિપ્સ વિશે જેના ઉપયોગથી તમારા ફાટી ગયેલા હોઠ કોમળ, સુંદર અને નરમ બનશે.
તમારા ફાટેલા હોઠ ને મુલાયમ બનાવવા માટે ગુલાબ જળ અને ગ્લિસરીન બંને લાભ દાઈ છે. ગુલાબજળનો ઉપયોગ કરવાથી તે તમારા હોઠ ને આછો ગુલાબી રંગ આપે છે. તેની સામે જ ગ્લિસરીન મૃત ત્વચાને હટાવીને કોમળ ત્વચા બનાવે છે. હોઠ ના કાળાપા ને દૂર કરવા આ બંનેને મિક્સ કરીને લાવવાથી ફાયદો થશે.
આ ઉપરાંત જોજોબા તેલ હોઠ પર લગાવાથી હોઠ ની ત્વચા કોમળ અને આકર્ષક થાય છે. ફાટેલા હોઠ માટે આ એક મહત્વનો ઉપચાર છે. અને આનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી તમારા હોઠ ફાટતા નથી.