હોઠ ચહેરાનો મહત્વનો ભાગ છે. જેની સાર સંભાળ ખૂબ જ મહત્વની છે. તણાવ તેમજ લાપરવાહી રાખવાથી પણ હોઠ કાળાશ આવે છે.
ચમકદાર હોઠ માટે મોઇશ્ર્ચરાઇઝરનો ઉપયોગ કરો.
દાડમના દાણાં તેમજ દૂધને મિક્સ કરી હોઠ પર લગાડવાથી પણ ફાયદો થાય છે.
કાકડીને રસ હોઠ પર લગાડવાથી ડેડ સ્કીન સેલ્સ જીવંત થાય છે અને ત્વચા તાજી બને છે.
ગુલાબની પાંખડી તેમજ દૂધ મિક્સ કરી ગ્લિસરીન સાથે હોઠ પર લગાવો.
લીંબુનો રસ કાઢી તેને હોઠ પર લગાડવાથી હોઠની ત્વચાના રંગો હળવા થઇ ગુલાબી બને છે.
સામાન્ય રીતે મહિલાઓ સર્જરી કરી લાખો રુપિયા ખર્ચતી હોય છે ત્યારે તેમનો ઇલાજ તેમને રસોડામાં જ મળી રહે અને ચીપ અને કુલ આ ટ્રિક ખૂબ જ મદદરુપ બનશે તમારા હોઠની ત્વચાને કુદરતી ગુલાબી બનાવવાં આ શ્રેષ્ઠ ઉપાય છે