આપના મકાન, ઓફીસમાં વ્યવસ્થિત ગોઠવણથી શ્રેષ્ઠ લુક આપી શકાય છે. સૌને પરવડે તેવી ડીઝાઇનમાં ‘ઇન્ટીરીયર’સજાવટ શકય છે: હરેશભાઇ પરસાણા-ચેરમેન (IIID સૌરાષ્ટ્ર)
ઘર સુંદર હોય એ બધાને ગમે છે લોકો રોજે પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માટે મહેનત કરતા હોય છે. ઇન્ટીરીયર ડિઝાઇનીંગએ આજના સમયની માંગ છે. આજે લોકો ઘર અને ઓફીસનું આકર્ષણ વધારવા ઇન્ટીયર ડિઝાઇનીંગ અપનાવતા થયા છે. ત્યારે અબતક ચાય પે ચર્ચામાં ઇન્ટીરીયર ડિઝાઇનીંગની આજ અને કાલ વિષય પર IIID સૌરાષ્ટ્રના ચેરમેન હરેશભાઇ પરસાણા જોડાયા હતા. અને નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પ્રશ્ન:- ભારતમા ઇન્ટિરિયલ ડીઝાઇનનો ઉદભવ કયાંરથી અને કેટલા વર્ષ જુનો છે?
જવાબ:- ઇન્ટિરિયર ડિઝાઇનીંગ ૮૦ના દાયકામાં આની શરૂઆત થઇ અને ત્યારબાદ વિવિધ જગ્યાઓ અને શિક્ષણ ક્ષેત્રે આના કોર્ષ શરૂ થયો.
પ્રશ્ન:- લોકોનું માનવું છે કે ઇન્ટિરિયર ડિઝાઇનીંગએ પેશન છે પ્રોફેસન બંન્ને છે ઓછા લોકોમો છે તો શું આ પેશનને પ્રોફેશ્નમાં રૂપાંતરીત કરી બંને વચ્ચે કંઇ રીતે બેલેન્સ કરી શકાય.
જવાબ:-જો તમારે કોઇપણ કામ સારૂ અને ખંતપૂર્વક કરવુઁ હોય તો તેમાં વેશન જરૂરી છે. પરંતુ અહીં આ વ્યવસાય બીઝનેશ પણ છે. આટલે ચોકકસથો જો પેશનને પ્રોફેશનમાં રૂપાંતરીત કરીએ તો ખુબ સારા પરિણામ આવી શકે છે. આ મેય તો પેશન અને પ્રોફેશન એક સિકકાની બે બાજુ ગણી શકાય છે.
પ્રશ્ન:- ઇન્ટિરિયર ડિઝાઇનીંગમાં પહેલાના સમયમાં શું ક્ધસેપટ હતાં અને હાલ કયા ક્ધસેપટ જોવા મળે છે?
જવાબ:- ઇન્ટિરિયર ડિઝાઇનીંગએ ઇન્ટીરીયર ડેકોરેશન તરીકે ન રજુ થવું જોઇએ ઇન્ટીરીયર એ ગ્રાહકોને પોતાના ઇચ્છા મુજબનું કામ આપવું તેમજ ચોકકસ પ્લાનીંગ દ્વારા કામ કરવામાં આવતું હોય છે. ઇન્ટીરીયર ડીઝાઇનીંગ એટલે સ્પેશ પ્લાનીંગ સરળ ભાષામાં વાત કરી તો અગવળતાનો પડે એટલે ઇન્ટીરીયર ડીઝાઇનીંગ જરૂરી
પ્રશ્ન:- દરેક વખતે જરૂરી છે કે સામાન્ય આપણા ઘરને બનાવા ઇન્ટીરીયર ડીઝાઇનરની જરૂર પડે કે વ્યકિત ખુદ પોતાની જાતે ઇન્ટીરીયર ડીઝાઇનીંગ કરી શકે છે?
જવાબ:- જો આમ જોઇએ તો બન્ને વસ્તુ થઇ શકે પરંતુ વાસ્તવિકતાએ છે કે મોટા સ્કેલમાં ફરજીયાત ઇન્ટીરીયલ ડીઝાઇનર જરૂરી છે હા તમે નાના સકેલ પર પોતાના જાતથી ઇન્ટીરીયર કરી શકો.
પ્રશ્ન:- લોકડાઉન સમયએ આ પ્રોફેશનમાં વર્ક ફ્રોમ હોમ કઇ રીતે કામ ચાલ્યું અને તેનો સામે કેવા ચેલેન્જીસ આવ્યા?
જવાબ:- વર્ક ફ્રોમ હોમ એ થોડાક સમય માટે મર્યાદીત છે. કાયમી ધોરણએ એ શકય નથી કે આપ ઘર બેઠા કામ કરીશો અને અમારા પ્રોફેશનમાં તો ખાસ કરીને શકય એટલું દરેક ડીઝાઇનર પોતાની સાઇટ અથવા ગ્રાઉન્ડ વર્ક કરવું વધારે પસંદ કરે છે તેમજ ઇન્ટરીયર ડીઝાઇનીંગએ ટીમ વર્ક પર વધુ કાર્યરત હોય છે તો કાયમી ધોરણ માટે વર્ક ફ્રોમ હોમ શકય નથી.
પ્રશ્ન:- હાલ અનલોકમાં ઇન્ટીરીયર ડીઝાઇનીંગ વ્યવસાયમાં કેવી પરિસ્થિતિ છે કઇ રીતે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.
જવાબ:- હાલ જે રીતેની પરિસ્થિતિ છે તેમાં જૂના કામઓને શરૂ કરી દેવામાં આવ્યા છે. અને ધીમે ધીમે કામ આગળ વધી રહ્યું છે.
પ્રશ્ન:- જે રીતની હાલ પરિસ્થિતિ છે તેમાં આપ કઇ રીતે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યા છો તેમ જ કેવી તકેદારીઓ રાખવામાં આવે છે સલામતી માટેની?
જવાબ:-સાઇટ પર જઇને હાલ વર્ક કરવાનું અમે ખુબ ઓછું રાખ્યું છે. જે રીતે હાલની પરિસ્થિતિ છે તેને ઘ્યાનમાં રાખી અને સલામતીની તકેદારી રાખી અમે ડીઝિટલ માઘ્યમનો ઉપયોગ કરી ડ્રોઇગ મોકલી દેતા હોય છે. તેમજ વિડીયો કોલીંગ દ્વારા પણ ઘણા પ્રશ્ર્નોનો સાઇટ પરથી ઉકેલ લાવી શકતા હોય છે.
પ્રશ્ન:- એક સફળ ઇન્ટીરીયર ડીઝાઇનર બનવા માટે કયા કયા પાસા ઘ્યાનમાં રાખવા જરૂરી હોય છે?
જવાબ:- જો સફળતાની વાત કરીએ તો મારા પિતાએ આપેલો મંત્ર છે સમયસર કામ કરવું સમયને ખુબ જ મહત્વ આપવું ગ્રાહકોને સમયસર સર્વીસ આપવી ડ્રોઇંગ સમયસર આપવા મિસ્ત્રીઓ સાથે યોગ્ય કોમ્યુનીકેશન કરવું બને ત્યાં સુધી જો તમારુ ઓફીસનું વર્ક ચોખ્ખુ હશે તો કોઇપણ સમસ્યા આ ઉભી થઇ થઇ નહીં.
પ્રશ્ન:- સૌરાષ્ટ્રમાં જો વાત કરી તો કેટલા ઇન્ટીરીયર ડીઝાઇનર આ વ્યવસાય સાથે જોડાયેલા છે?
જવાબ:- ૩૦૦ જેટલા તો મારા એસોસીએશનમાં રજીસ્ટર મેમ્બર છે. તેમ છતાં આ ઉપરાંત પ૦૦ થી ૭૦૦ મેમ્બર તો હશે એવી ગણતરી ખરાં
પ્રશ્ન:- હાલ ઇન્ટીરીયર ડીઝાઇનીંગમાં કર્યો ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને શું નવું આવી રહ્યું છે?
જવાબ:-આમ તો રોજે નવું અને ક્રીએટીવ આવતું હોય છે અમારા પ્રોફેશનમાં પ્લેન કલ્ચરથી ચાલુ કરી ટેકચર આવ્યા ટાઇલસમાં પણ ફેરફાર આવ્યા અને લાઇટીંગમાં પણ ખુબ જ ફેરફાર આવ્યા છે. ટુંકમાં નવી ક્રાંતિ આવી ચૂકી છે. ઇન્ટીરીયર ડીઝાઇનીંગ પ્રોફેશનમાં
પ્રશ્ન:- ઇન્ટીરીયર ડીઝાઇનીંગ પ્રોફેશનમાં ઇન્ટીરીયર ડીઝાઇનર નો રોલ કેવો હોવો જોઇએ અને ઇન્ટીરીયર ડીઝાઇનીંગ લોકોને ખર્ચાવ ન લાગે તે પણ કઇ રીતે શકય બને છે.
જવાબ:-ઇન્ટરીરીયર ડીઝાઇનરનો રોલ હંમેશા તમારા વિચારોને પરીપૂર્ણ કરતા હોય છે અને જેટલું તમે ઇન્ટીરીયર કરવા માંગો એટલું જ સરળ અને ઓછા ખર્ચે પણ કરી શકો છો.