સાતમ આઠમમાં જો ગુજરાતીના ઘરમાં નાસ્તાઑ ના બને એવું તો શક્ય જ નથી. તો ચાલો આજે આપણે સાતમ આઠમ સ્પેશિયલ અળસીના શક્કરપારાની રેસેપી જોઈએ.
સામગ્રી:
1 કપ ઘઉંનો લોટ
1 ટે.સ્પૂન તેલ
1 ટે.સ્પૂન મિક્સ હર્બ્સ
¼ કપ કરકરો અળસીનો પાવડર
મીઠું સ્વાદઅનુસાર
1 ટે.સ્પૂન ખાંડ
રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં તેલ મિક્સ હબ્સ અને અળસીનો પાવડર તેમાં ખાંડ ઉમેરી મીઠું ઉમેરી પાણી દ્વારા લોટ ત્યાર કરી લો. હવે આ લોટને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો.હવે લોટના મોટા લૂઆ લઈ તેનો મોટો રોટલો વણી લો. હવે તેને ચપ્પુ દ્વારા શક્કરપારાનો શેપ આપી દો. પછી તેમાં કાંટા વાળી ચમચી વડે તેમાં કાણાં પાડી દો.
ત્યારબાદ એક કઢાઈમાં તેલ લઈ શક્કરપારાને તળી લો. પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો. વધારાના શક્કરપારાને એરટાઈટ કન્ટેઈનરમાં ભરીને 2-3- દિવસ સુધી વાપરી શકો છો. પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો. વધારાના શક્કરપારાને એરટાઈટ કન્ટેઈનરમાં ભરીને 2-3- દિવસ સુધી વાપરી શકો છો.