રાષ્ટ્રસંતના સાંનિધ્યે ઉજવાયો ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો તૃતીય દિવસ

અબતક,રાજકોટ

ઘર મંદિરમાં પરમાત્મા હોય ન હોય, મન મંદિરમાં પરમાત્માના વાસ સાથે પોતાના પરિવારને પ્રભુ પરિવાર બનાવવાના જીવંત દ્રશ્યો સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વ ઉજવાતા જન જનના હૃદ્યમાં પરિવાર પ્રેમની પરિમલ પ્રસરાવીને સૌને પ્રભુ પરિવારમાં પ્રવેશ પામવા સંકલ્પ બદ્વ કરી ગયો.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 49 સંત-સતીજીઓથી દીપી રહેલાં પરમધામ ચાતુર્માસના ઉદાર હૃદયા લાભાર્થી માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી પરિવાર-બાદશાહ પરિવાર તેમજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંઘપતિ રૂપે લાભ લેનારા શાસનદીપક ગુરુદેવ પૂજ્ય નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશન સાયનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઇ શેઠના બહોળા અનુદાનના સહયોગે આ અમૂલ્ય અવસરનો લાભ લઇને સમગ્ર ભારતના તેમજ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, આફ્રિકા, પાકિસ્તાન, કંબોડિયા, બાંગ્લાદેશ, દુબઇ, સુદાન, અબુધાબી આદિ 120 દેશોના હજારો લાખો ભાવિકો ધન્ય બની રહ્યાં છે. આ અવસરે સ્નેહભીની મધુરવાણી વહાવતા પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, ધર્મની શરૂઆત ધર્મક્ષેત્રથી નહીં પરંતુ કર્મક્ષેત્રથી થતી હોય છે. ધર્મક્ષેત્ર હોય ચાહે સંસારનું ક્ષેત્ર પરંતુ જ્યાં સમજનો વિકાસ થયેલો હોય એને જગતના દરેક સાથે ફાવી જતું હોય. એને અંશમાત્ર પણ કોઇ પ્રત્યેના અણગમા વિના બધા સાથે ફાવે છે, તે પણ પ્રભુ પરિવારનું પાત્ર હોય છે. પ્રભુના પરિવારમાં, સિધ્ધત્વના પરિવારમાં હોવાનો એક જ માર્ગ હોય છે, મને બધા સાથે ફાવે. આ પર્વાધિરાજ સંદેશો આપી રહ્યાં છે કે તમારા પરિવારને એવો પ્રેમ પરિવાર બનાવી લો કે સ્વયં પરમાત્માને તમારા પરિવારમાં આવવાનું મન થઇ જાય.

આ અવસરે સર્જાયેલા સુંદર અને સંવેદનશીલ દ્રશ્યો સાથે શાસન દીપક ગુરુદેવ પૂજ્ય નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ તેમજ પૂઝ્ય જય-વિજયાજી મહાસતીજી- મા સ્વામીની સ્મૃતિમાં ઉદારહૃદ્યા દાનવીર શ્રેષ્ઠિવર્ય ધર્મવત્સલા બીનાબેન અજયભાઇ શેઠના બહોળા અનુદાનના સહયોગે સરદાર નગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે “મા સ્વામી સાધર્મિક સહાય” યોજનાની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત સૌરાષ્ટ્રના સાધાર્મિક જરૂરિયાતમંદ ભાવિકોને રૂપિયા દસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે.

એ સાથે જ બંગાળના સાધર્મિક જરૂરીયાતમંદો માટે દાનવીર અવંતિભાઇ કાંકરિયા પરિવાર તેમજ કિરીટભાઇ મહેતા અને મુલરાજભાઇ છેડા પરિવાર દ્વારા કચ્છના જરૂરીયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવશે એ સાથે જ મુંબઇના જરૂરિયાતમંદ ભાવિકોને ઉંઅઈંગઅના સહયોગે આપવામાં આવશે.

આજના દિવસે શ્રાવક ધર્મના કર્તવ્ય એવા દાનધર્મની પરમ ગુરૂદેવ દ્વારા કરવામાં આવેલી પ્રેરણાને ઝીલીને પુસ્તકો અને સ્ટેશનરીનું અનુદાન અનેક જરૂરિયાતમંદોને અપર્ણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ છવાઇ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.