ક્યારેક કયારેક કડવી અને તીખી વસ્તુઓ પણ સ્વાસ્થ્ય માટે હોઈ શકે છે. દવાઓ હમેશા કડવી હોય છે પરંતુ તેનાથી લાભ થાય છે. આપણે ઘરમાં રસોઈ કરતી વખતે અથવા તો ભોજન કરતી વખતે તીખી વસ્તુઓ દુર રાખીએ છીએ. હા, ક્યારેક કંઇક સ્પાઈસી ખાવાનું મન થાય તો અલગ વાત છે. પણ શું તમે જાણો છો કે જે લોકો ખોરાકમાં ઓછામાં ઓછા બે લીલા મરચા ખાય છે. તે કેન્સર જેવી બીમારીઓથી બચી શકે છે.લીલા મરચા કુદરતી રીતે જ રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જેનાથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

મોટાપણું ઘટાડે  જો તમે ખોરાકની બાબતમાં બહુજ વિચારતા હોવ અને હંમેશા લો કેલરીવાળો ખોરાક ખાતા હોવ તો લીલા મરચા તમારા માટે બહુજ સારા છે. લીલા મરચાંમાં લો કેલેરી નથી હોતી તેના કારણે જો તમે વજન ઉતારવા માટે ડાયટીંગ કરતા હોવ તો લીલા મરચા તમારા માટે ખુબજ લાભદાયક છે.

કેન્સર  પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાની સંભાવના બહુજ વધારે હોય છે. એક સંશોધન મુજબ લીલા મરચાં ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરથી બચી શકાય છે. લીલા મરચાંમાં એવા તત્વો હોય છે કે જે કેન્સરનું જોખમ ઓછુ કરે છે.

યુવાન દેખાવ  લીલા મરચામાં વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. લીલા મરચાંમાં કુદરતી તેલ હોય છે જે સ્કીનને સારી કરે છે. તેનાથી તમારી સ્કીન હમેશાં યુવાન રાખે છે.

સ્કિન ઇન્ફેકશન  જો તમારી સ્કિન બહુજ સંવેદનશીલ હોય અને તમને ઇન્ફેકશનની સમસ્યા રહેતી હોય તો લીલા મરચાંથી તમને રાહત મળી શકે છે. લીલા મરચાંમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે તમારી સ્કિનને ઇન્ફેકશનથી બચાવી શકે છે.

ડાયાબિટીસ  લીલા મરચાંથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો લગભગ ટળી જાય છે. લીલા મરચાં રહેલ ફાઇબર ખોરાક ઝડપથી પચાવામાં મદદ કરે છે.

હાડકા મજબુત કરે  મહિલાઓ માટે લીલા મરચાં હથિયાર બની શકે છે. લીલા મરચાંમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે. જે હાડકા મજબુત કરે છે અને લોહીમાં પણ વધારો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે  લીલા મરચામાં વિટામીન સી હોય છે જે શરીરમાં વિટામીન સીની ક્ષમતા પૂરી કરે છે અને સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.