નવરાત્રીમાં 9 દિવસ ચેહરા પર મેકઅપ કર્યો હોય છે. ત્યારે આ દરમિયાન સ્ક્રિનમાં ગ્લો જતો રહે છે. તેમજ નવરાત્રીના થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવે છે, ત્યારે જેટલું તમે તમારા ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખો છે. તેટલું ધ્યાન સ્કિનનું પણ રાખવું ખુબ જરુરી છે. ત્યારે નવરાત્રી બાદ દશેરા, કરવા ચોથ અને દિવાળીનો તહેવાર આવે છે. તેમજ ફેસ્ટિવલની સીઝનમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી છે.
ચેહરામાં નેચરલ ગ્લો મેળવવા માટે માત્ર બહાર નહિ ચેહરાની અંદરથી પણ પોષણ મેળવવું જરુરી છે. તેમજ બ્યુટી પ્રોડક્ટ થોડા સમય માટે તમારી ત્વચાને નિખાર આપે છે. પરંતુ સ્કિનને અંદરથી પોષણ મેળવવા માટે શું કરવું જોઈએ આજે તેના વિશે જાણો ?
ફળોનું સેવન :
સંતરા લીબું, આંબલા અને કીવી જેવા ફળોમાં વિટામિન C ભરપુર માત્રામાં હોય છે. જે કોલેજન ઉત્પનને વધારી ત્વચાને ગ્લો રાખવામાં મદદ કરે છે. તેમજ ગ્લોઈંગ લુક મેળવવા માટે દરરોજ વિટામિન C વાળા ફળનું સેવન કરો.
શાકભાજીનું સેવન :
પાલક, મેથી અને બ્રોકલી જેવા લીલા શાકભાજીને દરરોજ તમારી ડિશમાં સામેલ કરો. તેમજ આનાથી અનેક વિટામીન તમારી સ્કિનને મળશે અને ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરશે. આ દરમિયાન ડાયટમાં લીલા શાકભાજી જરૂર સામેલ કરો.
નટ્સનું સેવન :
બદામ અને અખરોટ તેમજ સૂરજમુખીના બીમાં વિટામિન E અને એન્ટીઓક્સીડટ્સથી ભરપુર હોય છે. તે ત્વચાને ફ્રી રેડિક્લસથી બચાવે છે. તેમજ ફેસ્ટિવલની સીઝનમાં ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે નટ્સનું સેવન કરવું જોઈએ.
દહી :
દહીં તમેજ પ્રોબાયોટિક્સથી ભરપુર વસ્તુઓ ડાઈજેશનને યોગ્ય રાખે છે. પરંતુ ત્વચાને પણ હેલ્ધી રાખે છે. તેમજ નિયમિત રુપે દહીંનું સેવન તમારી ત્વચાને મુલાયમ અને ગ્લોઈંગ રાખશે.
હળદર અને આદુ :
ભારતીય રસોઈમાં હળદર અને આદુ તમારા સ્વાસ્થ અને સ્કિન બંન્ને માટે ફાયદાકારક છે. તેમજ હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેટસ અને આદુના એન્ટી ઈફ્લેમેટરી ગુણ ત્વચાને માટે ફાયદાકારક છે. આ સાથે હળદર વાળા દુધ કે પછી આદું વાળી ચા તમારી ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરે છે.
પાણી પીવું :
ફેસ્ટિવલની સીઝનની તૈયારીઓ વચ્ચે તમારી ત્વચાને હાઈડ્રેટેડ રાખવી સૌથી મહત્વની છે. તેમજ દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ, અને નારિયલ પાણી તેમજ તાજા ફળોથી ત્વચાને પોષણ મળે છે. આનાથી સ્કિન ગ્લો પણ કરે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.