આજના સમયમાં સ્ત્રીઓ તેમની ત્વચાને સુંદર બનાવવા માટે ઘણા પ્રકારના કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. સાથોસાથ તે સતત પાર્લરમાં જાય છે. હજારો પૈસા ખર્ચવા છતાં તે તે કુદરતી ચમક મેળવી શકતી નથી. આવી સ્થિતિમાં, તમે આ ઘરગથ્થું ઉપચારની મદદથી તમે ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો. હકીકતમાં ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.
સરગવો એટલે કે ડ્રમસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આ શાક ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન Cની સાથે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. જે એન્ટી એજિંગનું કામ કરે છે અને ત્વચા સંબંધિત દરેક સમસ્યામાંથી પણ રાહત આપે છે. સરગવાનું ઝાડ, પાંદડા, ફૂલ, ફળ અને બીજ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
સરગવો ત્વચાની આ સમસ્યાઓમાં ફાયદાકારક
હોઠને મુલાયમ બનાવે
જો તમે હંમેશા શુષ્ક અને ફાટેલા હોઠથી પરેશાન છો. તો સરગવાનું તેલ તમારા હોઠ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂતા પહેલા તેને તમારા હોઠ પર લગાવવાનું રાખો. માત્ર સરગવાનું માસ્ક જ નહીં, સરગવાનું તેલ લગાવવાથી હોઠની ડેડ ત્વચા પણ દૂર કરી શકાય છે અને હોઠને નરમ અને કોમળ રાખી શકાય છે.
ખીલથી છુટકારો મળે
શરીરમાં રહેલા ઝેરી તત્વોને કારણે ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. સરગવાના પાવડરમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે લોહીને શુદ્ધ કરે છે. જેના લીધે તમારી ત્વચા સ્વચ્છ અને સ્વસ્થ રહે છે.
ત્વચાને યુવાન બનાવે
સરગવામાં એવા ગુણો રહેલા છે. જે ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારે છે. સાથોસાથ ત્વચાના ખુલ્લા છિદ્રોને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે આ ઉપચાર તમારી ત્વચાને યુવાન બનાવે છે.
ત્વચાને ચમકદાર બનાવે
સરગવાનું ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પરના તમામ ડાઘ, કરચલીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં નિયમિતપણે સરગવાનું ફેસ માસ્ક લગાવવાથી તમારી ત્વચા સોફ્ટ અને ચમકદાર પણ બને છે.
શરીરને ડિટોક્સ કરે છે
સરગવાના પાંદડાના પાવડરનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ પાવડરનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ઓછા થવા લાગે છે અને તમારી ત્વચા ચમકવા લાગે છે.
આ રીતે સરગવાના પાનનું ફેસ માસ્ક બનાવો
સરગવાના પાનનું ફેસ માસ્ક બનાવવા માટે સૌપ્રથમ સરગવાના પાન તોડીને સૂકવી લો. ત્યારબાદ તેને પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં 2-3 ચમચી સરગવાના પાનનો પાવડર, 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યારપછી તેમાં કાચું દૂધ અથવા ગુલાબજળ ઉમેરીને ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઈ લો. આ પછી મોઈશ્ચરાઈઝર લગાવો.