છેલ્લાં કેટલાક દિવસોથી દેશ કેશલેસ ઈકોનોમી વધી રહ્યો છે તો બીજી તરફ હેકિંગનાં કિસ્સા વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ યાહૂનાં ઘણા બધા Email આઈડી હેક થઇ ગયા હતા. પહેલા કેટલીક વખત અન્ય ઈમેઈલ આઈડી પણ હેક થઇ ચુક્યા છે.
ઈમેઈલ આઈડીમાં ઘણી બધી જરૂરી જાણકારીઓ હોય છે તેવામાં તેણે સુરક્ષિત રાખવું જરૂરી છે. આવો જાણીએ કે તમે પોતાનાં ઈમેઈલ આઈડીને કઈ રીતે સુરક્ષિત રાખી શકો છો. પછી ભલે તે યાહૂની આઈડી હોય કે જીમેલનું આઈડી. જાણો આ સરળ ૫ રીતો…
જ્યારે પણ ઈમેઈલ આઈડી પાસવર્ડ બનાવો, ત્યારે પાસવર્ડમાં ક્યારેય પણ તે વર્ડ્સનો ઉપયોગ ન કરો જે ડીક્ષનરીમાં સરળતાથી મળી જાય છે. તેની સાથે તમે password1234 ની જગ્યાએ ‘pas1s2wo34rd’ પસંદ કરો છો તો તે વધારે સિક્યોર છે. વધારે સિક્યોરીટી માટે સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો.
- અકાઉન્ટ રિકવરી જાણકારી
પોતાનાં ઈમેઈલ આઈડીમાં અકાઉન્ટ રિકવરી જાણકરીને જરૂર ભરો. તેનાથી કોઈ પણ વ્યક્તિ તમારા અકાઉન્ટમાં કોઈ જ એડીટીંગ કરશે, તો તમને તેની જાણકારી મળી જશે. સાથે જ તમારા મોબાઈલ પર અથવા બીજા ઈમેઈલ આઈડીમાં મેસેજ આવશે. જે તમે અકાઉન્ટ બનાવતી Alternate ઈમેઈલ આઈડીમાં એન્ટર કર્યું હશે.
- Shared અકાઉન્ટ પર સુરક્ષિત રીતે એક્સેસ
જો તમારું કોઈ પણ ઈમેઈલ અકાઉન્ટ Shared કરનાર PC અથવા લેપટોપ પર સુરક્ષિત રીતે ઉપયોગ કરો. પાસવર્ડને ક્યારેય સેવ ન રહેવા દો. જ્યારે પણ લોગ ઈન બાદ તમને પૂછવામાં આવે કે, પાસવર્ડ save અને never તો હંમેશા never પર ક્લિક કરો.
- ટૂ-સ્ટેપ વેરીફીકેશન
ઈમેઈલમાં હંમેશા ટૂ-સ્ટેપ વેરીફીકેશન રાખો, જો તમારા મેઈલ આઈડી કોઈ નવી જગ્યાએ લોગ ઈન કરવાની કોશિશ હશે, તો તમારા દ્વારા વેરીફાઈ કર્યા વગર તે ઈમેઈલનું લોગ ઈન નહી થઇ શકે.
- સાઇન-ઈન
સાઇન-ઈન એક્ટીવીટી જુઓ તમે તમારા ઈમેઈલમાં જઈને પહેલા સાઇન ઈન એક્ટીવીટી ચેક કરતા રહો. તેનાથી તમને ખબર પડે છે કે તમારું ઈમેઈલ તમારા સિવાય બીજા કોઈ દ્વારા સાઇન ઇન થાય છે. બીજા IP એડ્રેસથી જો તમારું લોગ ઈન થાય છે તો તમને તેની એલર્ટ સાઇન-ઈનમાં જણાવશે.