જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે આપણે કઈક ઈંસ્ટૈટ બનાવી ખાવા માંગતા હોય છીએ તો ટ્રાય કરો આ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ॰
સામગ્રી:
૧ નંગ – ઝીણું સમારેલું ગાજર
૧૫-૨૦ – લસણની કળી (ઝીણી સમારેલ)
૫૦ ગ્રામ- કોબીજ (ઝીણી સમારેલુ)
અડધું સિમલા મરચું
૧ ચમચી- વિનેગર
૧ વાટકી – બાફેલા ચોખા
૧ ચમચી – તેલ
મીઠું સ્વાદાનુસાર
સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થયા બાદ તેમાં ઝીણા સમારેલ લસણ ગાજર અને સિમલા મરચું નાખીને તેને મિક્સ કરો અને શાકભાજી થોડી બફાય નહિ ત્યાં સુધી તેને ગરમ થવા ડો ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં ભાત ઉમેરો અને મિક્સ કરો
ત્યારબાદ તેમાં વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તાપ બંધ કરી દો.
તો ત્યાર છે આ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ અથાણાં ક રાઈતા સાથે સર્વ કરો આ ગરમાં ગરમ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ.