બાળકોને આ પિઝઝાની ટેવ પાડો
સામગ્રી :
કણક માટે
- ૫ કપ ઘઉંનો લોટ
- ૧ ટી સ્પુન અજમો
- ૧/૪ ટી સ્પુન મીઠું
- ૫ ટી સ્પુન તેલ
ટોપીંગ માટે
- પીઝા સોસ
- શિમલા મરચા (લાલ, પીળા, ગ્રીન- સમારેલા)
- કાંદા સમારેલ
- બાફેલી મકાઇના દાણા
- પનીર ટુકડા
- ઇટાલિયન સીઝનીંગ
- ચીલી ફ્લેક્સ
- ચીઝ
રીત :-
સૌપ્રથમ કણક માટેની સામગ્રી ભેગી કરી થોડુ થોડુ પાણી ઉમેરતા કણક બાંધો
- ૫-૧૦ મિનિટ પછી મોટી ભાખરી વણો
- કાંટા વડે કાંણા પાડી જાડા તળિયાના તવા પર એક બાજુ શેકો.
- એક બાજુ શેકાય કે પલટાવી ઉપરની બાજુએ પિઝ્ઝા સોસ લગાડો.
- શિમલા મરચા, પનીર, મકાઇ, કાંદાનું ટોપીંગ કરો.
- ઇટાલિયન સીઝનીંગ,ચીલી ફ્લેક્સ ભભરાવો.
- છેલ્લે ચીઝ ખમણો.
- પીઝાને ઢાંકણથી ઢાંકી ધીમા તાપે ૩-૪ મિનિટ માટે રાંધો.
- બેઝ ક્રીસ્પી થાય કે પિઝઝા તૈયાર.