શિયાળાની શરૂઆતતો થઈ ચૂકી છે આમ તો આ ઋતુમાં ઘણા બધા શાકભાજી તેમજ ફ્રૂટ્સ આવતાહોય છે આ બનેં માં આવતા જોઈ કોઈ શાકભાજી કે ફ્રૂટની વાત કરીએ તો તે છે ટામેટા આમ તોટામેટાં નાનાથી માંડીને મોટા લોકો બધાને ભાવતા હોય છે. અને ટામેટાંમાથી અલગ અલગ ઘણીબધી વાનગી બનતી હોય છે પરંતુ શું તમે ભરેલા ટામેટાં ખાધા છે.તો ચાલો મિત્રો જોઈએ કઈરીતે બને છે ભરેલા ટામેટાં…

બનાવવા માટેની સામગ્રી:
લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના
ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં
આખા ધાણાં: ૪ ચમચા
મરીઃ ૧૫ કાળા
લવિંગઃ 4
તજઃ 3
તેજપત્તાં: ૨
આખાં 4 લાલ મરચાં બધાં સાથે ભેગાં કરીને તેને બરાબર વાટી લો.
ચમચી હળદરઃ ૧/૨
ચમચી સાકરઃ ૧/૪
ગરમ મસાલોઃ ૨ ચમચી
ચમચી જીરું: ૧/૨
ચપટી હીંગ
કોથમીર ઝીણી સમારેલીઃ ૧ ચમચો
તેલઃ દોઢ ચમચો

બનવાની રીત:
સૌપ્રથમ ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપીને તેને ઊભો ચીરો કરો. ત્યાર બાદ વાટેલામસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખીને ટામેટાંમાં તમે મસાલો ભરો. હવે એકસ્ટીલની કઢાઈમાં તેલને ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. આ વઘારમાં હળદર નાખીનેબાદમાં ભરેલાં ટામેટાંને વઘારો.

હવે વાસણને ઊંચું નીચું કરતાં ટામેટાં હલાવો. બાદમાં ઉપર થાળીમાં થોડુંક પાણી મૂકીને તેને ઢાંકી દો. હવે 3થી 4 મિનિટ પછી થાળીને લઈ લો. પછી ગરમ મસાલો નાખીને ટામેટાં પાછાં હલાવો. ત્યાર બાદ 2 મિનિટ ઢાંક્યા વગર તેને ગેસ ઉપર રહેવા દો. પછી કોથમીર ભભરાવીને તેને ખાવા માટે ઉપયોગમાં લો. તમને સ્વાદ જો ડાઢે વળગે તો તેની ઉપર ક્રીમ પણ નાખી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.