સામગ્રી :
૧૦૦ ગ્રામ કાજુ
૧, ૧/૨ લિટર દૂધ
૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
૨૫૦ ગ્રામ ખાંડ (ટેસ્ટ પ્રમાણે)
૪૦૦ ગ્રામ ક્રીમ
૧ ટી સ્પૂન કસ્ટર્ડ પાઉડર
૧ ટી સ્પૂન એલચીનો ભૂકો
ગુલાબી, લીલો લિક્વિડ કલર
રીત :-
– કાજુનો થોડા દૂધમાં ૨ કલાક પલાળી રાખવાં પછી તેને મિક્સરમાં બારીક વાટી લેવાં.
– એક તપેલીમાં દૂધ ઉકળવા મુકવું થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી. ઉકળતા દૂધમાં નાખવો. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ખાંડ અને વાટેલા કાજુ નાખવા. દૂધ ઘાટું થાય એટલે તેને ઉતારી લેવું ઠંડુ પડે એટલે તેમાં ક્રિમ અને એલચીનો ભૂકો, નાખી બરાર હલાવવું.
– આ મિશ્રણના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં ગુલાબી રંગ, બીજામાં લીલો રંગ (લાઇટ ગ્રીન થાય તેટલો જ ) અને ત્રીજો ભાગ સફેદ રાખવો. ત્રણે ભાગને જુદા-જુદા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં મૂકવા. ઠરાવ આવે એટલે તેને મિક્સરમાં અથવા ચમચાથી ફીણસા, જેથી બરફની કણી રહે નહીં પછી આઇસ્ક્રીમના કપમાં ઓછા લીલા રંગનું મિશ્રણ ભરી ફ્રીઝમાં મુકવું જ્યારે લીલો આઇસક્રીમ જામે એટલે તેની ઉપર સફેદ આઇસક્રીમ ભરવો અને તેની ઉપર થોડા કાજુનો ભૂકો ભભરાવવો, ફ્રિઝરમાં આઇસક્રીમ જામવા મૂકવો. આઇસ્ક્રીમના કપ બરાબર ઢાંકેલા રાખવા જેથી બરફની કરણી ન રહે.
નોધ : આઇસક્રિમના કપને બદલે એલ્યુમિનિયમના ઢાંકણાવાળા ડબ્બાનો ઉ૫યોગ કરી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,