ગ્રીલ પનીર ટિક્કી બનાવવા જોઈશે :
- ૧૦ ગ્રામ ફૂદીનો
- ૭૦ ગ્રામ ડુંગળી
- ૧ ચમચી લીલા મરચા
- ૨ ચમચી કસૂરી મેથી
- ૪૫૦ ગ્રામ પનીર
- ૧ ચમચી લસણની પેસ્ટ
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચુ
- ઞ ચમચી હળદર
- ટ ચમચી ધાણા
- ટ ચમચી મીંઠુ
- ટ ચમચી લીંબુનો રસ
- ૧ ચમચી તેલ
ગ્રીલ પનીર ટિક્કી બનાવવાની રીત :
સૌથી પહેલાં એક મિક્ચર બાઉલમાં ફૂદીના, ડુંગળી, મરચુ, કસૂરી મેથીને બ્લેન્ડ કરી દો.
હવે આ મિશ્રણમાં પનીર, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચુ, હળદર, ઘાણા, મીંઠુ, લીંબુ અને તેલ એડ કરીને બરોબર મિક્સ કરો.
હવે ત્રણ કલાક માટે આ મિશ્રણને આમ જ રહેવા દો.
ગ્રિલ પેનને ગેસ પર રાખો અને મેરિનેટ પનીરની ટિક્કીને તળો.
જ્યાં ટિક્કી ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ચાટ મસાલા અને ધાણા સાથે તેને ગાર્નિશ કરો. ચટણી અને સોસ સાથે સર્વ કરો.