પ્રસાદમાં ગળ્યુ ધરાવવાનું હોય કે પછી કોઇ સારા પ્રસંગે મીઠાઇ વહેંચવાની હોય. બાકી બધુ પછી પેલા પેંડા હો ! આમ તો પેંડા બહાર મળતા જ હોય છે પરંતુ તેને ખરીદવામાં પૈસા બગાડવાને બદલે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો તમે પણ જાણો લો ઘરે કેસર પેંડા બનાવવાની સાચી રીત.
સામગ્રી :
– ૧ એક લીટર દૂધ
– ૩ મોટી ચમચી સાકર
– એક ચમચી એલચી
– એક ચપટી કેસર
– અડધો કપ કતરણ કરેલી બદામ
– એક મોટી ચમચી ઘી.
સૌ પ્રથમ મધ્યમ આંચ પર એક કડાઇમાં દૂધ ઉકાળવા મૂકી દો. દૂધ ગાઢ થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. દૂધ ઉકળીને અડધું થઇ જાય અને તેનો માવો બની જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો. હવે જ્યારે ખાંડ માવામાં ઓગળી જાય ત્યારે બરાબર મિક્સ થાય તેવું જ તમે તેમાં એલચી પાવડર અને કેસર મિક્સ કરી દો જ્યારે માવો ગાઢ થઇ જાય પછી ગેસ બંધ કરી દો અને માવો ઠંડો થવા રાખી દો. માવાનું મિશ્રણ ઠંડુ થઇ જાય તો તેમાંથી થોડો ભાગ લઇને નાનો બોલ વાળી દો. ત્યાર પછી હથેળીથી વચ્ચે બદામનો ટુકડો રાખીએ બોલ સહેજ ચપટી દબાવી દો. એક ટ્રેનથી લગાવી ચીકણી કરી એમાં પેંડા રાખતા જાય અને તૈયાર છે તમારા કેસર પેંડા.