સામગ્રીઃ
તેલઃ 1 ટીસ્પૂન
બારીક કાપેલા મરચાં: 1 ટી સ્પૂન
બારીક કાપેલી ડુંગળીઃ 1/2 કપ
અધકચરા મકાઇનાં દાણાઃ 1 કપ
સોયા સોસઃ 1 ટીસ્પૂન
મરીનો પાવડરઃ સ્વાદ અનુસાર
મીઠું: સ્વાદ અનુસાર
મેંદાનો લોટઃ 3 ટી સ્પૂન
પાણીઃ 5 ટીસ્પૂન
ફ્રેશ બ્રેડઃ 1
રીતઃ
સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન લો. તેમાં તેલ લો. તે તેલ ગરમ થયા બાદ તેમાં કાપેલા મરચાં અને કાપેલી ડુંગળી નાખીને તેને એકથી બે મિનીટ સુધી સાંતડવું. હવે તેમાં મકાઇનાં દાણા, સોયા સોસ, મીઠું અને મરીનો પાવડર નાખીને બરાબર રીતે તેને મિક્ષ કરી 1થી 2 મિનીટ સુધી તેને ધીમા તાપે ચડવા દેવું.
હવે તે જ્યારે ચડી જાય ત્યાર બાદ આ કોર્ન ફીલિંગને થોડુંક ઠંડુ થવા દેવું. હવે એક નાનું બાઉલ લો. તેમાં મેંદાનો લોટ તેમજ પાણી નાખીને તેનું ધટ્ટ મિશ્રણ તૈયાર થવા દો. હવે આ કોર્નનું ફીલિંગ કરવા માટે એક બ્રેડ લઈને તેનાં ચારેય ખૂણાઓ એકસરખા કટ કરી લેવાં.
હવે આ બ્રેડને વેલણ વડે થોડુંક વણી નાખવું. ત્યાર બાદ આ બ્રેડમાં કોર્નનું ફીલિંગ નાખીને બ્રેડને ટાઇડથી પેક કરી નાખવું. ને હવે આ બ્રેડને સીલ કરવા માટે તેનાં છેડે થોડુંક પાણી તેમજ મેંદાથી તૈયાર કરેલ મિશ્રણને લગાવવું. આ જ રીતે દરેક રોલ તૈયાર કરી નાખવાં.
હવે આ રોલને તળવા માટે એક પેનમાં ફૂલ તેલ ગરમ કરીને તેમાં રોલ નાખવા. હવે જ્યાં સુધી તે રોલ બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને તળવાં. તો લો હવે તૈયાર છે તમને મનગમતો આ કોર્ન રોલ. જો તેને તમે ઇચ્છો તો તેને સોસ સાથે પણ સર્વ કરી શકો છો.