ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક ઉપવાસની મજેદાર વાનગી બને છે.
સામગ્રી :
૧/૨ કપ રાજગીરાનો લોટ
૧/૪ કપ છોલીને ખમણેલા કાચા બટાટા
૨ ટેબલસ્પૂન સેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
સિંધવ મીઠું સ્વાદાનુસાર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ઘી , ચોપડવા અને રાંધવા માટે
રીત :
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં આશરે ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો. હવે કણિકના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું ઘી ચોપડી લો. તે પછી તમારી હાથની આંગળીઓ પર પણ થોડું ઘી લગાડી કણિકનો એક ભાગ તવા પર મૂકી તમારી આંગળીઓ વડે તેને દબાવતા જઇ ગોળાકાર તૈયાર કરો. આ થાલીપીઠને થોડા ઘી વડે, તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો.