જ્યારે નાતાલનો તહેવાર આવે તો અવશ્ય યાદ આવે કેક તેમજ મીઠાઇ અને કુંકિસ. તો આ નાતાલ એ તમારી આ નાતાલ પાર્ટીમાં એકદમ સરળ અને સ્વાદિષ્ટ વાનગી જે તમારી પાર્ટીને થશે એકદમ અનુરૂપ.
આ વાનગી બનવા માટે સામગ્રી :-
- ૧૦ પેકેટ ઓરીઓ બિસ્કિટ
- ૨ ટીસ્પૂન દળેલી ખાંડ
- ૨ ટીસ્પૂન બટર
- ૩ ટીસ્પૂન દૂધ
- ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
- ગારનિશિંગ માટે સિલ્વર બોલ અને ચોકલેટ
આ વાનગી બનાવાની રીત :-
- સૌ પ્રથમ ઓરિયો બિસ્કિટના ૧૦ પેકેટ લ્યો ત્યારબાદ તેને ખોલી તેમાંથી ક્રીમ કાઢી નાખો
- આ થયા બાદ આ બિસ્કિટને મિક્ષ્ચરમાં નાખો તેમાં સાથે ખાંડ તથા બટર નાખો અને તેનો ભૂકો કરો.
- ત્યાર બાદ આ ભૂકાને એક વાસણમાં કાઢી તેમાં દૂધ ઉમેરો અને તેનો લોટ બાંધી તેમાંથી ગોળા વાળો.
- આ થયા બાદ બીજા એક વાસણમાં ડબલ બોયલર રીતથી ડાર્ક ચોકલેટને ઓગાળો અને તેમાં બટર નાખી તેને હલાવો. ત્યારબાદ પહેલા ઓરિયો બોલને ૧૫ મિનિટ ઠંડા કર્યા બાદ બહાર કાઢો અને તેને ફરી એક વાર વાળી તેને ચોકલેટમાં બોડો અને તેને ચોકલેટના ટોપિંગ તેમજ સિલ્વર બોલ્સવળે ગાર્નિશ કરો.
તો તૈયાર છે આ નાતાલની પાર્ટીને અનુરૂપ એકદમ સરળ ખૂબ સ્વાદિષ્ટ વાનગી.