નવરાત્રીના હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે માર્કેટમાં જમવાને લઈને નવી નવી વેરાઇટી જોવા મળી છે. તેમાં પણ જો અત્યારે સૌથી વધુ માર્કેટમાં ચાલતી ખાવાની ચીજ હોય તો તે કટલેસ છે. લગ્ન સિઝનમાં પણ લોકો કટલેસ નો વધુ આગ્રહ રાખે છે. તો એમાં પણ ઘણી પ્રકારની કટલેસ બનાવવામાં આવતી હોય છે. પણ સૌથી વધુ હાલમાં બટર પનીર કટલેસ છે. તો આવો જાણીએ કે બટર પનીર કટલેસ કઈ રીતે બનાવાય.
સામગ્રી :
- ૨૦૦ ગ્રામ બટાકા (બાફેલા)
- ૮૦ ગ્રામ વટાણા (ફ્રોઝન)
- ૮૦ ગ્રામ પનીર
- ૧૧/૨ ચમચી લીલા મરચા
- ૧૧/૨ ચમચી આદુ
- ઠ ચમચી મીંઠુ
- ટ ચમચી આમચૂર પાઉડર
- ટ ચમચી ચાટ મસાલો
- કોર્નફ્લેક્સ (ક્રશ કરેલા)
- તેલ
બનાવવાની રીત :
એક બાઉલમાં બાફેલા બટાકા અને વટાણા મેશ કરીલો. હવે તેમાં પનીર એડ કરી ફરી મેશ કરો. હવે તેમાં લીલા મરચા, આદુ, મીંઠુ, આમચૂર પાઉડર અને ચાટ મસાલો એડ કરીને મિક્સ કરો.
હવે આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો, બોલ્સને ક્રશ કરેલા કોર્નફ્લેક્સ સો રોલ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી અને બોલ્સને તળી લો.
બ્રાઉન થાય એટલે કટલેસને તેલમાંથી નિકાળી લો. તૈયાર મટર પનીર કટલેસને સોસ સો સર્વ કરો.