સામગ્રી :
- 3થી 4 નંગ મધ્યમ કદના બટાટા બાફેલા
- 1 મોટા કદની ડુંગળી
- 1 ટેબલસ્પૂન વટામા
- 3થી 4 નંગ લીલા મરચાં
- 1 ડાળખી મીઠો લીમડો
- 3થી 4 કળી લસણની
- 1 નાનો ટુકડો આદુંનો
- લીંબુનો રસ
- મીઠું સ્વાદાનુસાર
- ગરમ મસાલો
- 1 પેકેટ પેસ્ટ્રી સીટ
રીત :
સૌપ્રથમ બાફેલા બટાટાના કટકા કરી લો. ત્યારબાદ ડુંગળીને ઝીણી સમારી લો. આદું-મરચાં-લસણની પેસ્ટ કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. લગભગ એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા, બટાટા, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઢાંકીને લગભગ એકથી બે મિનિટ માટે ચઢવા દો. જ્યારે તેમાંથી એક સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે, સ્ટફિંગ તૈયાર છે. હવે પફ બનાવવા માટે સૌપ્રથમ પેસ્ટ્રી સીટને ડિફ્રોઝ કરો. કારણ કે, તેને ફ્રિઝરમાં મૂકવામાં આવ્યા હોય છે. આથી પફ બનાવવાના એક કલાક પહેલા તેને ફ્રીજમાંથી કાઢીને મૂકી દેવી. દરેક સીટને ત્રણ રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. આ રીતે ટોટોલ છ સિંગલ શીટમાંથી 18 રેક્ટેગ્યુલર પીસ તૈયાર થશે. તમારું પફ માટેનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું હશે. એટલે હવે તમારી બેકિંગ ડિશ તૈયાર કરી લો. આ ડિશને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી લો. અને તેને સ્લાઈટલી ગ્રીસ કરી લો. હવે એક રેક્ટેગ્યુલર સીટ લો. તેના મધ્યમાં એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકો. હવે તેને ટ્રાયગંલ શેપમાં ફોઈલ કરીને સીલ કરી લો. આ રીતે બધી જ પેસ્ટ્રી પફ તૈયાર કરી લો. ત્યાર બાદ તેને બેકિંગ ડિસ પર થોડા-થોડા અંતરે મૂકી દો. હવે પ્રીહિટ ઓવનમાં આ પફને 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાંચ મિનિટ માટે બેક કરી લો. પફ ક્રિસ્પી અને બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો. એ વાતનું ધ્યાન રાખવું કે, તે બળી ના જાય. બસ તૈયાર છે સ્વાદિષ્ટ પફ, ગરમા-ગરમ પફને કટ કરીને ટોમેટો સોસ સાથે સર્વ કરો.