અબતક,રાજકોટ

સ્થાનકવાસી જૈનોનો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે આઠમો દિવસ એટલે સંવત્સરી ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રધ્ધેય સદગુરૂ  પૂ.ધીરજમૂનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં ‘ક્ષમાદિપ પ્રગટાવો’ એ વિષયે ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ માત્રા ક્ષમા આપવાનો ભાવ કરવાથી પણ ‘પૂણ્ય’ બંધાવાની શરૂ  થઈ જાય છે. કારણ કેરેક દિલ એ અણમોલ રતન છે. જેથી કોઈનું દિલ ન દુભાવવું માત્ર અને માત્ર ક્ષમા ભાવ રાખવો તેમ પૂ. ગૂરૂ દેવે જણાવ્યું હતુ.

તેઓએ માણસની છઠ્ઠીના લેખ વિષે પ્રકાશ પાડતા કહ્યું હતુ કે લોકો એવું માને છે કે બાળકના જન્મ પછી તેની છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે છે. અને તેના જીવનમાં સારા માઠા પ્રસંગો લગ્ન બાળકો, સુખ-દુ:ખ વગેરેના લેખ લખે છે. પરંતુ ખરેખર એવું નથી… પરંતુ જયારે માણસ મૃત્યુ પામે તે પૂર્વે જ તેના ભવિષ્યના જન્મના લેખ લખાઈ ગયા હોય છે. અને તેમા આયુષ્ય બંધની સાથે ગતિ નકકી થાય છે. જેમાં જાતિ:- એટલે કે પુરૂ ષ કે સ્ત્રી, સ્થિતિ: શું અને કેટલુ પામશો?, અવગાહના:- એટલે કે હાઈટ ઉંચાઈ, જાડાઈ ટુંકમાં ‘કદ’ જેનો નકકી થયા મુજબ જ વિકાસ થાય પછી ગમે તેટલી કસરત કરો કે ખોરાક લ્યો પરંતુ તેમાં નકકી થયા મુજબ જ શરીરનું બંધારણ થાય છે.

Screenshot 14 6

સંવત્સરી સંદેશ: ભૂલની માફી માંગવાથી દુ:ખોનો અંત આવે છે: પૂ. ધીરજમુનિ મ.સા.

પ્રદેશ:-સ્થાન જેમકે સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ કે વિદેશ જેમાં ગામડું કે શહેર વગેરે નકકી જ હોય છે. અનુભાગ:- સંતતી અને સંપતિ જેમાં કેટલું અર્થોપાર્જન થશે. કેટલા સંતાનો જેમાં દિકરા-દિકરી વગેરે… વગેરે… ઘણીવાર એવું બને કે ભાગ્યબંધમાં હોય છતાં ન મળવાથી માણસ નીરાશ થાય છે. પરંતુ પુરૂષાર્થ કરવાથી જ મળશે તેવું આપણે જાણતા નથી જેથી ભાગ્યનો સહારો લઈ પુરૂ ષાર્થ કરવાનું માંડીવાળતા હોઈએ છીએ જેથી પુરૂષાર્થ કરતા રહેવો જરૂ રી હોવાનું પણ ગુરૂ દેવે ઉમેર્યું હતુ. જેથી ભાગ્યના ભરોસે બેસવું નહી પુરૂ ષાર્થ કરવો જરૂ રી છે. તે અંગ્રેનું દ્રષ્ટાંત દ્વારા જણાવતા પૂ. ધીરજમૂનિ મ.સા.એ જણાવ્યું હતુ કે માણસના ભાગ્યમા સંતાન હોય પરંતુ વર્ષોના વાણા વાયા પછી દંપતિ નિરાશ થાય પરંતુ તે માટે પણ અનુકુળ સંયોગો સર્જાવા પણ એટલું જ જરૂ રી છે.

કાર્યકર્તા અને કર્તાભાવ વિશે સદગુરૂ એ કહ્યું હતુ કે કાર્યકર્તા શબ્દ ખૂબજ સહેલો અને મોઘેરો છે. પરંતુ કાર્યકર્તા એટલે શું? ‘કાર્યકર્તા’ એટલે જેનામાં કર્તાનો ભાવ ન હોય કે હર્તા પણાનો ભાવ ન જાગે તેનું જ નામ કાર્યકર્તા છે. કોઈપણ માન સન્માનની આશા રાખ્યા વગર બસ કાર્ય કરી અને ભૂલીજાય (છૂટીજાત) ‘જેમ શરીર ચાલે શ્ર્વાસથી તેમ કુટુંબ ચાલે વિશ્ર્વાસથી’ પૂ.ધીરસદગુરૂ  એ ‘સદગતિ બંધ’ વિશે ઉલ્લેખ કરતા જણાવ્યુ કે માણસના સાઈઠમાં વર્ષે સદગતિનો બંધ પડયો કારણ કે તેનો ભાવ સારો હતો જયારે એકસઠમાં વર્ષે ભાવ બગડયો, તેના વિચારો બદલાયા વાત-વાતમાં ક્રોધ કરવો વગેરે વગેરે આવું ત્રીસ વર્ષ કર્યા બાદ નેવું વર્ષે મૃત્યુનો સમય આવ્યો મૃત્યુ પહેલા અડતાલીસ મિનીટે અગાઉ તેનો ભાવ બદલે તો પણ તેને ગતિ મળે છે કે ત્રીસ વર્ષ પહેલા તો તેનો સદગતિનો બંધ બંધાયેલો પડયો છે. જેથી તેને ગતિ મળે પરંતુ બાકીનાં ત્રીસ વર્ષનો જે બંધ બંધાયો છે તે દુર્ગતિ છે જેથી તેનું પણ ફળ તો ભોગવવાનું જ છે.

આલોચના ન થાય ત્યાં સુધી પ્રતિક્રમણ સફળ ન થાય- પૂ. ધીરજમુનિ મ.સા

પર્વાધિરાજ પર્યુષણનો આજે આઠમો દિવસ સંવત્સરી એટલે આખા વર્ષનાં ચોપડા ચોખ્ખા કરવાનો દિવસ સમગ્ર જૈન સમાજ આજે ક્ષમાયાચના ખમાવે છે. અને જે ખમાવે છે તે આરાધક બને છે. આપણને ખબર હોય કે ભૂલ સામાવાળાની છે તે મારાથી નાના છે. અને તે ખમાવવા તૈયાર નથી. છતા આપણે કહેવું જોઈએ હું ખમાવું છું જેથી આરાધક બની શકાય દેશના તમામ સાધુ-સાધ્વીજીઓ આજે સંવત્સરીના દિવસે સાંજ સુધીમાં પ્રતિક્રમણ પહેલા લોગસ થઈ જાય છે. જોકે દરેકની જુદી જુદી માન્યતાઓ હોય છે. કોઈ ઉદયતિથીને માને છે. તો કોઈ અસ્તતિથીને માને છે. પરંતુ ડુંગરસિંહજી મહારાજ સાહેબની પરંપરા મુજબ અગાઉતો ૪૦ લોગસ કરવામાં આવતા પરંતુ સમયાંતરે હવે ૨૦ લોગસની પરંપરા રહી છે. તેમાં પણ એકાગ્ર અને ધ્યાન ધરવું જરૂ રી હોવાનું પણ પૂ.ધીરગૂરૂ દેવે જણાવ્યું હતુ.

Screenshot 15 5

દાનની વ્યાખ્યા જણાવત પૂ.ગૂરૂ દેવએ કહ્યું કે સુપાત્રને દાન કરતા ઉપાશ્રયમાં અપાતા શૈયાદાનનું અનેકગણુફળ મળે છે. કારણ કે સાધુ-સાધ્વીજીને સાતા મળે તેનું ફળ દાન આપનાર ને મળે છે. જયારે ર્જીણોધ્ધાર નુતનીકરણમાં આવેલ દાનનું પણ અનેક ગણુ ફળ મળે છે. પ્રતિક્રમણ વિશે જણાવતા પૂ. ધીરજમૂનિ મ.સા.એ કહ્યું કે (આલોયણા)આલોચના ન થાય ત્યાં સુધી પ્રતિક્રમણ સફળ ન થાય જેથી જે કરો તે સારૂ  કરો, હાર્ડવર્ક નહી પરંતુ સ્માર્ટ વર્ક કરવું જરૂ રી છે.

આજના દિવસે નાના કે મોટા તમામને ભાવથી ખમાવો એટલે હળવા ફૂલ થઈ જઈએ.

શ્રાવકની વ્યાખ્યા કરતા પૂ. ગૂરૂ દેવે કહ્યું કે સદાયા, કદાયાને ભદાયા, આમ ત્રણ પ્રકારના શ્રાવકો હોય છે. જે કાયમ આવે પછી માણસો હોય કે ન હોય તે સદાયા, જે કયારેક કયારેક આવે તે કદાયા અને જે ભાવથી આવે અને જે ભાવ જાગે તે ભદાયા જેના જુદા જુદા દ્રષ્ટાંતોમાં તેઓએ કહ્યું કે ભગવાને આપ્યું છે અને જે સારા કાર્યમાં વાપરે છે. તે પૂણ્યાનું બંધી પૂણ્ય બને છે. તેઓએ (જયા-વિજયા) જયાબાઈ મહાસતીજીને વિજયાબાઈ મહાસતીજીને યાદ કરી ગૂરૂ  અને મહાસતીજી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

જીવંત પ્રસારણ જોવા માટે…

‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. ૫૬૧

 ડેન નંબર ૫૬૭

 સેવન સ્ટાર (મુંબઇ) ૯૭

રીયલ જીટીપીએલ ૩૫૦

ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

પૂ.ધીરગુરુદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ

પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરુદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારાતા. ૪-૯-૨૦૨૧ થીતા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.

પૂ. ધીરગૂરૂ દેવએ સંવત્સરી સંદેશ આપતા કહ્યું કે કોઈને ધીકકારો નહી, બધાને ચાહો ભૂલની માફી માગવાથી દુ:ખોનો અંત આવે છે, બીજાની ભૂલોને ભૂલી જઈ માફ કરો, સમજીને, સંભાળીને અને સાચવીને બોલો, આત્મામાંથી વેરભાવ કાઢી નાખો, મૈત્રી ભાવ જગાવો, કોઈની ઉપેક્ષા ન કરવી, આપણાને કોઈ દિવસ વખોડવા નહી કારણ કે આખરતો એજ કામ આવશે સહન કરો વધુ અને જતુ કરો બધુ ક્રોધથી કઠોર બોલવાથી એક ઉપવાસનું પૂણ્ય ખતમ થાય છે. ક્રોધમાં શાપ આપવાથી એક વર્ષનું પૂણ્ય ખતમ થઈ જાય છે. અને ક્રોધમાં કોઈની હત્યા કરવાથી સાધુ પણાનું પૂણ્ય ખતમ થઈ જાય છે. દરેક દિલ અણમોલ રતન છે. જેથી કોઈનું દિલ ન દુભાવવું જોઈએ અને પર્યુષણમાં જીભને સૂગર તથા મગજને આઈસ ફેકટરી બનાવીએ માત્ર ભાવના ભાવથી પૂણ્યની શરૂ આત થઈ જાય છે. ‘મિચ્છામિ દુકકડમ’

‘અખબાર’ એ ચોથી જાગીર છે: પૂ. ધીરગુરૂ જીદેવ

સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગર દરબાર’ માં પૂ. ધીરજમુનિ મ.સા.ની પ્રવચન ધારામાં પૂ. ગુરૂ દેવ ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ અખબારની ભારોભાર પ્રસંશા કરી જણાવ્યું હતું કે અખબાર એ ચોથી જાગીર કહેવાય છે અને જે પૂર્વ-પશ્ર્ચિમ ઉતર-દક્ષિણ આમ ચારેય દિશાના સમાચાર આપે તેને અખબાર કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.