ખાંડ ત્વચાને ઘણી રીતે ફાયદો પહોચાડે છે.ખાંડમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને ત્વચાની દેખભાળ માટે ખાંડ પ્રાકૃતિક અને નૈસર્ગિક રૂપમાં કામ કરે છે.ખાંડનો ઉપયોગ સુંદર અને હેલ્ધી સ્કીન માટે કરવામાં આવે છે.ખાંડના પ્રયોગથી ચહેરને લગતી અન્ય સમસ્યા પણ દુર થાય છે.આજે અમે તમને ઘરગથ્થું ખાંડનું સ્ક્ર્બ બનાવતા શીખવીશું.
૧.ખાંડ અને લીબુંના રસનું સ્ક્ર્બ
એક નાની ચમચી ખાંડમાં એક મોટી ચમચી લીબુંનો રસ મેળવો.ત્વચાની ગંદકી દુર કરવા માટે આ સ્ક્ર્બથી ત્વચા પર ધીરે ધીરે સાફ કરો ગર્મીની ઋતુમાં આ ઘરગથ્થું સ્ક્ર્બનો ઉપયોગકરી સુંદર ત્વચા મેળવી શકો છો.
૨.ખાંડ અને કોફીનું સ્ક્ર્બ
ખાંડ અને કોફી બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે,ત્વચાની ગંદકી અને તવ્ચામાં રહેલું ટોક્સીન દુર કરે છે.
એક ચમચી ખાંડ અને એક ચમચી કોફી લો અને તેમાં ગુલાબ જળ મિક્ષ કરો.આ સ્ક્ર્બને ચહેરા પર લગાવો આ સ્ક્ર્બ ત્વચામાં રહેલાં તેલને કાઢી લે છે.