વિવિધ અખબારોના તંત્રી-પ્રકાશકો દ્વારા માહિતી નિયામકને રજૂઆત
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા અખબારોને જાહેરખબર ફાળવવા અંતર્ગત જાહેરખબરની નીતિ સને ૨૦૦૬માં ઘડવામાં આવી હતી. જેને ૨૦૦૭માં થોડાઘણા સુધારા સાથે પુનર્ગઠિત કરવામાં આવી હતી. આ નીતિ અન્વયે જ તમામ અખબારોને જાહેરખબરની ફાળવણી તથા જાહેરખબરની મંજૂરી આપવામાં આવે છે.
આ વખતે માહિતી ખાતા દ્વારા વિજ્ઞાપનની પોલીસીની બહાર જઈને ઈન્કમટેક્સ રીટર્ન અંગેની પોલીસી બહારની ક્ષતિ ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત આ પ્રક્રિયાનો વિરોધ કરવા સમગ્ર રાજ્યભરમાંથી અનેક અખબારોના તંત્રી-પ્રકાશકો મોટી સંખ્યામાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા.
અહીં સૌ તંત્રી-પ્રકાશકમિત્રોએ એકત્રિત થઈને માહિતી નિયામકશ્રીની કચેરીએ જઈને નિયામકશ્રીને આ અંગે સરળીકરણ અને જાહેરખબરની નીતિ મુજબ જ ચાલવા અનુરોધ કરી તે મુજબ જ તમામ અખબારોની જાહેરખબર રિન્યુઅલ કરવા રજૂઆત કરી હતી.