સામગ્રી :

400 ગ્રામ મેંદા નો લોટ

400 ગ્રામ માવો

એક વાટકી કાપેલા કાજુ બદામ

દળેલી ખાંડ સ્વાદ અનુસાર

ઘી તળવા માટે અને મોણ માટે

ખાંડ અને પાણી ચાસણી બનાવા માટે.

માવા કચોરી બનાવવાની રીત :

સૌથી પહેલા માવા ને ખમણી લો,પછી તેને એક લોયા માં શેકી લો. પછી તેને ઠંડુ થવા દો .ત્યાર બાદ તેમાં કાપેલા કાજુ બદામ અને દળેલી ખાંડ નાખી ને હલાવી લો .

હવે મેંદા ના લોટ માં મુઠ્ઠી માં બંધાય એટલું ઘી નું મોણ નાખી ને પાણી થી લોટ બાંધી લો . લોટ રોટલી જેવોજ બાંધવા નો વધારે કઠણ નહીં. લોટ મસળી લો અને પુરી જેવડા નાના લુવા બનાવી લો .

હવે બે પુરી વણી લો અને એક પુરી માં વચ્ચે માવો રાખી ને બીજી પુરી ઉપર રાખી કિનારે થી બધે થી દબાવી દો અને ફોટા માં છે એમ કિનારી ને વળી લો .ત્યાર બાદ તેને ઘી માં સોનેરી રંગ ના તળી લો .

એક વાત નું ધ્યાન રાખવાનું કે તળતી વખતે વાળેલી કિનારી નીચેની તરફ રાખવી નહીં તો કચોરી તૂટી શકે છે .

હવે એક મોટા વાસણ માં ચાસણી બનાવા મૂકી દો ,ચાસણી એક તાર ની બનાવા ની છે. ચાસણી અને કચોરી બંને ઠંડુ થવા દેવાનું . ચાસણી ઠંડી થયા પછી બધી કચોરી તેમાં અડધી કલાક માટે ડુબાડી રાખો .બહાર કાઢ્યા પાછી તેના પર ઝીણાં સુધારેલા કાજુ બદામ લગાવી દો. બસ તૈયાર છે તમારી ” માવા કચોરી”

mawa kachori pastry 810

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.