દિલ્હી આઈઆઈટીના ૫૧મા દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન
તમે નવીનીકરણ કે નવીનતાથી ગરીબોનું જીવન સરળ બનાવવા કામ કરશો તો દેશ તમને કામ કરવાની સરળતા કરી દેશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇ.આઇ.ટી. દિલ્હીના છાત્રોના દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનાને સંશોધકોને નવા નવા ઈનોવેશન કરવા અને દેશને આગળ વધારવામાં મદદ કરવા હાકલ કરી છે.
આઈઆઈટી દિલ્હીનાં વિદ્યાર્થીઓનાં વર્ચ્યુઅલ દિક્ષાંત સમારંભમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે રોજે રોજ નવયીનતા લાવી કે નવીનીકરણ કરી તમે દેશને વિકાસમાં મદદરૂપ થઈ શકો છો.
આઈઆઈટીનો ૫૧મો દિક્ષાંત સમારંભ ઈન-પર્સન અને હાઈબ્રીડ મોડમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન તથા વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે કોરોનાએ બધુ બદલી નાખ્યું છે. આ સંકટ વચ્ચે આપણે નવુ નવું વિચારવાની જરૂર છે. તમને ટેકનીકથી શીખવા મળે છે. કૃષિ અને અવકાશ ક્ષેત્રમાં નવીનવી તકો સામે આવી રહી છે. તમારૂ લક્ષ્ય સમાજનું આગળ લઈ જવાનું અને સમાજ કલ્યાણનું હોવું જોઈએ.
બી.પી.ઓ સેકટરમાં કેટલાક ફેરફાર થયા છે. જેનાથી નવી તકો, સંભાવનાઓ બહાર આવી છે. આપણે તેનો ઉપયોગ કરવાનો છે.
અત્યારે સ્ટાર્ટઅપને અનેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. ધીરાણની મુદત ત્રણ વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
જો તમે ભારતને આત્મનિર્ભર વાતાવરણનું લક્ષ્ય ધ્યાનમાં રાખી કામ કરશો તો એની ચમક બ્રાંડ ઈન્ડીયામાં પણ છલકશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.
ગુણવત્તા ઉપર ધ્યાન આપો, બાંધછોડ ન કરો, તમારૂ નવીનીકરણ સામુહિક રીતે વાપરી શકાય તેવું કરો, જવાબદારી નિભાવી બજારમાં લાંબા ગાળાનો વિશ્ર્વાસ મેળવો, સ્વીકૃતતા કેળવો, જીવનમાંથી અનિશ્ર્ચિતતાના બદલાવ માટે મન ખૂલ્લુ રાખો તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ તમે અહીથી બહાર, સમાજમાં જશો ત્યારે તમારો ઉપરોકત મંત્ર હોવા જોઈએ.
કેમ્પસમાં પરંપરાગત રીતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન જોડાયા હતા વડાપ્રધાન પણ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા. દિક્ષાંત સમારંભમા ૨૦૧૯-૨૦ના પાસ આઉટ થયેલા બી.ટેક, એમ.ટેક, અને પીએચડીનાં છાત્રોને પદવી આપવામા આવી હતી
આ કાર્યક્રમમાં બીટેકના ૭૪૪, એમટેકના ૫૨૨, પીએચડીના ૨૯૮, માસ્ટર ઓફ સાયન્સ રિસર્ચના ૧૩, માસ્ટર ઓફ ડિઝાઈનના ૨૦, એમબીએનાં ૧૧૬, માસ્ટર ઓફ સાયન્સના ૧૫૧ સહિત અન્ય છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.
‘વન રેક વન પેન્શન’ ભારતનું ઐતિહાસિક પગલું: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લશ્કરમાં ‘વન રેક વન પેન્શન’ની જોગવાઈ કરાયાના પાંચ વર્ષ પૂર્ણ થયે જણાવ્યું હતુ કે સરકારે આ મહત્વનું પગલુ લીધું છે આ ઐતિહાસીક નિર્ણયને પાંચ વર્ષ થયા છે. ભારતે પોતાના મહાન સૈનિકોની ભલાઈ નકકી કરવા આ ઐતિહાસીક પગલુ ભર્યું હતુ જેનો ભારતને વર્ષોથી ઈંતજાર હતો જવાનો સાહસપૂર્ણ રીતે દેશનું રક્ષણ કરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે વન રેંક, વન પેન્શન યોજના અમલી બનાવી સૈનિકોને અપાયેલું વચન પૂર્ણ કર્યુ છે. આ યોજના એક જુલાઈ ૨૦૧૪થી શરૂ થઈ છે. અને આ માટે છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ.૪૭૭૪૦ કરોડનો ખર્ચ થયો છે. આ યોજના હેઠળ વાર્ષિક રૂ.૭૧૨૩ કરોડનો ખર્ચ થાય છે.