- સૌથી ઉંચી હોલિકાનું પૂતળું બનાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી
- વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું શાનદાર કરાયું આયોજન
- સમગ્ર ભોઈ સમાજના યુવાનો સાથે મળી હોલિકાનું પૂતળું કરે છે તૈયાર
જામનગર સહિત રાજ્યમાં પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં છેલ્લા 69 વર્ષથી ભોઈ સમાજ દ્વારા સૌથી ઉંચી હોલિકાનું પૂતળું બનાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં છે. ત્યારે આ વર્ષે હોલિકા મહોત્સવ 2025નું શાનદાર અને જાજરમાન આયોજન કરાયું છે. તેમજ આ પૂતળાની ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે. હોલિકાના પુતળા તૈયાર થઈ ગયા બાદ વાજતે-ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોના દર્શન માટે મુકવામાં આવે છે. આ ઉપરાંત હોલિકાનાં પુતળા માટે ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ અવસરને નિહાળવા માટે અડધું જામનગર એકઠું થતું હોય તેવા દ્ર્શ્યો ઊભા થાય છે. તેમજ હોલિકાના આભૂષણો બનાવવા શનિ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.આ ઉપરાંત પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે.
મળતી માહિતી મુજબ, અસત્ય ઉપર સત્યની જીતના પર્વ હોળીની જામનગર સહિત રાજ્યમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં છેલ્લા 69 વર્ષથી ભોઈ સમાજ દ્વારા સૌથી ઉંચી હોલિકાનું પૂતળું બનાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં છે. ફાગણ સુદ પૂનમના દિવસે મોટો હોલિકા મહોત્સવ ઉજવણી શરુ થઈ ચુકી છે.
ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું શાનદાર જાજરમાન આયોજન કરાયું છે.ઇતિહાસની વાત કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આ હોલિકાનું પૂતળું બનાવાવમાં આવે છે.
મહત્વની વાત તો એ છે કે આજથી 69 વર્ષ પહેલાં જામનગરમાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો. જે નવી પેઢીએ પણ અકબંધ રાખી છે અને પરંપરાગત રીતે જ ઉજવણી કરવામાં આવે છે.
આ આયોજનની ખાસિયત એ છે કે વિશ્વના અનેક આયોજન કરતા તે અલગ પડે છે. ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે. વિશાળ કદનું પૂતળું બનાવવામાં આવે છે. જેની ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે. જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે. હોલિકાના પુતળા તૈયાર થઈ ગયા બાદ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે. જેની શોભાયાત્રામાં વાજતે ગાજતે ડીજેના તાલે ભોઈ જ્ઞાતિના નાના બાળકોથી લઇ યુવાનો જુદા જુદા અંગ કસરતના દાવ રજૂ કરી આ શોભાયાત્રામાં જોડાઈ છે.
હોલિકાનાં પુતળા માટે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ સહિતની ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે. આ અવસરને નિહાળવા માટે અડધું જામનગર એકઠું થતું હોય તેવા દ્ર્શ્યો ઊભા થાય છે.
અહેવાલ : સાગર સંઘાણી