સવાર-સવારમાં ગરમ નાસ્તો ખાવાની કેવી મજા ઓ પણ જેણે નાસ્તો બનાવવાનો હોય તેને રોજની સમસ્યા આજે શું બનાવું તો તેના અમે લાવી રહ્યા છીએ ઝટપટ માઇક્રોવેવની વાનગીઓ….
ખાંડવી :
૧/૨ વાટકી ચણાનો લોટ
૩/૪ વાટકી દહીં
૩/૪ વાટકી પાણી
૧ ચમચી ખાંડ
૧/૪ ચમચી હળદર
ચપટી હિંગ,
૧/૨ ચમચી પીસેલા લીલા મરચા
૧/૨ ચમચી આદુની પેસ્ટ
૧ ચમચો તેલ
૧/૨ ચમચી રાય
૧ ગાજર (છીણેલું)
મીઠા લીમડાના પાન
૨ ચમચા કોથમીર
રીત :
ચણાનો લોટ, દહીં, પાણી ખાંડ, મીઠું, હિંગ, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ અને હળદર બરાબર મિક્સ કરો. અને તેમાં ગઠો ન પડે તેમ ચાર મિનિટ માઇક્રો કરો. બરાબર હલાવીને વધુ ત્રણ મિનિટ રાખો. મિશ્રણ ઘટ્ટ થાય અને ઉખડે તેવુ થાય એટલે આ મિશ્રણ સ્લેબ પર લગાવી ઝડપથી પાથરી દો. હવે ઠંડુ થવા દો અને ચાકુથી લાંબી પટ્ટી કાપો ઉપર ગાજર, નાળિયેર, કોથમીર, નાખો દરેક પટ્ટી રોલ કરતા જાવ અને પ્લેટમાં મુકો. તેલમાં રાય, મિઠુ અને લિમડાના પાન નાખી બે મિનિટ માઇક્રો કરો પછી તેને ખાંડવીની ઉપર ભભરાવો.
મસાલા ઇડલ
૧ વાટકી રવો
૧/૨ ચમચી મીઠું
૧/૨ લીલા મરચા(ઝીણાં સમારેલા)
૧/૨ વાટકી દહીં
જરુર મુજબ પાણી
૨ ચમચા તેલ
૧/૨ ચમચી લાલ મરચું
૭-૮ મીઠા લિમડાના પાન
૧ ચમચી ઇનો
૧/૨ ચમચી રાઇ
૧૧/૨ ચમચી લીબુંનો રસ
રીત :
રવો, મીઠું, લીલા સમારેલા મરચામાં દહીં નાખી ખીરુ તૈયફાર કરો અને જરુર મુજબ પાણી નાખો. માઇક્રોવેવ કરો ઠંડુ થયા બાદ ઇડલીને ચાર ચાર ટુકડામાં સમારો.
એક કઢાઇમાં તેલ, રાઇ, આંખા, લાલ, મરચા, લીમડાના પાન નાખી એક મિનિટ માઇક્રો કરો. લાલ મરચુ નાખી ફરી ૧/૨ મિનિટ રહેવા દો, ૧/૨ કપ પાણી નાખો. ૧/૨ ચમચી લીંબુનો રસ નાખો હવે તેના ઇડલી નાંખી હળવા હાથ મિક્સ કરો.