આજ કાલના લોકોને જંકફુડ વધારે પસંદ હોય છે. આપણને ઘણીવાર એવો વિચાર આવે છે કે જંકફુડના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ જો તેને ઘરે બનાવવામાં આવે તો સ્વાસ્થ્યને નુકશાન થતુ નથી. તો જાણી લો આ ચીલી પાસ્તા બનાવવાની રીત..
સામગ્રી :
– ૧૫૦ ગ્રામ સ્પાઇરલ પાસ્તા
– ૨૫૦ ગ્રામ સમારેલા ટમેટા
– ૨ ઝીણી સમારેલી ડુંગળી
– ૧/૨ કપ લીલા અને લાલ મરચા
– ૧ ઇંચ આદુનો ટુકડો ક્રશ કરેલો
– ૧ કપ તાજુ ક્રીમ
– ૨ ચમચી ટોમેટો કેચપ
– ૧૦૦ ગ્રામ છીણેલુ પનીર
– ૮-૧૦ કળી લસણ
– ૧ કપ ચીઝ ક્રશ કરેલુ
– ૧ ચમચી ઓલિવ ઓઇલ
– ૧ ચમચી સોયા સોસ
– ૧ ચમચી માખણ
– મીઠુ અને સંચળ સ્વાદ મુજબ
બનાવવારી રીત :-
સૌથી પહેલા પાસ્તાને એક વાસણમાં પાણી લઇ તેમાં ૧ ચમચી ઓલિવ ઓઇલ- મીઠુ નાંખી પાંચ મિનિટ સુધી બાફો ત્યાર બાદ તેને ગાળી લો. અને તેના પર ઠંડુ પાણી નાખવુ. પછી તેને અલગ રાખી દો. શિમલા મરચા અને ટમેટાને બેક કરી પેસ્ટ બનાવી લો. એક પેનમાં ઓલિવ ઓઇલ અને માખણ ગરમ કરો. આદુ, લસણ અને ડુંગળી નાખી તેને થોડીવાર ફ્રાય કરો ત્યાર બાદ તેમાં સોયાસોસ, ટામેટા અને શિમલા મરચાની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ટોમેટો કેચપ, પનીર મીઠુ નાખો, હવે તેમાં ક્રિમ અને ચીઝ નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર છે. ચિલી પાસ્તા.