ઘણી વખત આપણે વિચારતા હોય છીએ કે આપણે ઘરે જ પીઝા બનાવીએ પરંતુ પહેલો વિચાર તો એ જ આવે કે શું ઓવન વિના પીઝા ઘરે બનશે ? જો તમે પણ આવા વિચાર કરીને પીઝા બનવાનું અટકાવતાં હોય જુઓ આ રેસીપી …જી હા મિત્રો આજે અમે તમને ઘરે ઓવન વિના પિઝા બનાવતા શીખવાળીશું. જે માત્ર ૫ જ મિનિટમાં તમે બનાવી શકશો.
સામગ્રી :
૧ -તૈયાર પીઝાનો રોટલો
૨-૩ ચમચી સોસ
૧-૨ લીલા કેપ્સિકમ મરચાં
૧ ક્યુબ ચીઝ
૧ નંગ ટામેટાં
૧ ડુંગળી ડુંગળી
૧-૨ ચમચી
બટર
બનવાની રીત :
સૌ પ્રથમ તૈયાર પીઝાનો રોટલો પર બંને તરફ બટર લગાવીને શેકી લો ત્યારબાદ તેના પર ટામેટાંનો સોસ લગાવી લો. ત્યારબાદ ચીઝને પીઝાના રોટલો પર ખમણી લો. ત્યારબાદ ટામેટાં અને ડુંગળીમાં મસાલા ઉમેરી તેને શાતળી લો અને ટોપિંગ તૈયાર કરો અને તેને પીઝા પર લગાવો.
હવે, ત્યારબાદ તેની પર તમે કોબી કેપ્સિકમ નું છીણ કરી લગાવો ત્યારબાદ ફરી ઍક વાર રોટલા પર ખમણેલું ચીઝ લગાવો.તો તૈયાર છે “તવા પિઝા”