જરૂરી સામગ્રી :

1 કપ સાબુદાણા

અડધા કપ મગફળી

2 બટાકા

2 મોટી ચમચી ખાંડ પાઉડર

સ્વાદપ્રમાણે સિંધાલૂણ

10-12 લીમડો

તળવા માટે ઘી/ તેલ

15-20 બદામ

વિધિ :

-સૌથી પહેલા સાબુદાણામાં એક કપ પાણી મિક્સ કરી 5 મિનિટ માટે મૂકો. ત્યારબાદ સાબૂદાણાને પાણી જુદો કરી એક વાસણમાં મૂકી લો.

– બટાકાને છોલીને છીણી લો. છીણતા સમયે બટાકાને વધારે પાતળ ન કરવું.

– આ લચ્છાને થોડી વાર બરફના પાણીમાં ડુબાડી રાખો. પછી હથેળીથી દબાવીને તેનું પાણી કાઢી એક પ્લેટમાં ફેલાવીને રાખી દો.

– મધ્યમ તાપ પર કડાહીમાં તેલ નાખી ગરમ થવા માટે મૂકો.

– તેલ ગરમ થઈ ગયું છે કે નહી ચેક કરવા માટે તેમાં સાબુદાણાના એક દાણા નાખી જુઓ. જો આ ફૂલીને ઉપર આવી જાય તો સમજવું કે તેલ ગરમ થઈ ગયું છે.

– હવે ધીમા તાપ પર તેમાં અડધા-અડધા કરી સાબુદાણા નાખી તળી લો. તળતા સમયે આ વાતનો ધ્યાન રાખો કે તાપ ધીમા હોય. ફુલ તાપ પર સાબુદાણા ફૂલી જશે પણ અંદરથી કાચ રહેશે.

– સાબુદાણા તળ્યા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો.

– ત્યારબાદ તેલમાં મગફળી અને બદામ નાખી 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો.

– મગફળી તળ્યા પછી તેલમાં થોડા થોડા કરીને બટાકાના લચ્છા નાખી કુરકુરા થતા સુધી તળી લો. ધ્યાન રાખો કે ત્યાર સુધી તળવું છે જ્યારે સુધી આ કરકરા ન થાય.

– ત્યારબાદ તાપ બંદ કરી નાખો અને તેલમાં લીમડો નાખી તળીને કાઢી લો.

– હવે સાબુદાણામાં મગફળી, લીમડો,  બટાકા ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.

– લો તૈયાર છે વ્રત સ્પેશલ સાબૂદાણાના નમકીન

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.