સરકારે વેધર કંપનીને હવામાનની આગાહી કરવા માટે નિમણુક કરી

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી આગાહી કરતી કંપનીઓ સાથે હાથ મિલાવી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર વેધર કંપની નામની ખાનગી આગાહી કંપની સાથે આગળ વધી દેશમાં એગ્રીકલ્ચર, લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની આગાહી કરવા માટે હાથ મિલાવ્યો છે. કહેવામાં આવે છે કે, આગાહી કરો અને અઢળક નાણું મેળવવો હાલ તે દિશામાં અનેકવિધ નામાંકિત કંપનીઓ પોતાનું કામ કરી રહી છે.

આઈબીએમ દ્વારા ૨૦૧૬માં યુ.એસ.ની કંપનીને એકવાયર કરવામાં આવી હતી કે જે ૧૭૮ દેશોમાં કાર્યરત છે અને દર ૧૫ મિનિટે ડેટા એકત્રિત કરે છે. વેધર કંપની નામક કંપનીએ નીતિ આયોગ સાથે ૨૦૧૮માં કોલોબ્રેશન કર્યું હતું અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ ખેતી ક્ષેત્રે કઈ રીતે કરી શકાય તે દિશામાં પગલું પણ ભર્યું હતું. વેધર કંપની દ્વારા ખેતીની ટેકનીકો વિશે ખેડુતોને માહિતગાર કરશે તથા પાકો પરનું નિયંત્રણ, નિરીક્ષણ અને પાકમાં આવતી જીવાતોને કઈ રીતે નાબુદ કરી શકાય તે દિશામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે કામગીરી હાથ ધરશે.

ગ્લોબલ વેધર ફલોર કાસ્ટીંગ કંપની ૨૦૧૬માં ૧.૨ બિલીયન ડોલરનું માર્કેટ કવર કર્યું હતું ત્યારે ૨૦૨૩માં આગાહી કરવામાં આવી છે કે, ગ્લોબલ વેધર ફોર કાસ્ટનું માર્કેટ ૨.૭ બિલીયન ડોલરનું રહેશે. હાલ ખાનગી કંપનીઓ કે જે હવામાનની આગાહી કરી રહી છે તેની વર્થ ભારત દેશમાં ૧૦૦ મિલિયન ડોલરની હાલ છે અને આગામી દિવસોમાં વધશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગત પાંચ વર્ષોમાં હવામાનની આગાહીની જે સચોટ હોય તે માત્ર ૩૫ ટકાની જ રહી છે તે પૂર્વે તે માત્ર ૨૦ ટકા જ રહી હતી પરંતુ હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખાનગી આગાહી કંપનીઓ હવે હવામાનની આગાહી કરી અઢળક નાણા કમાવશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.