પર્યુષણ પર્વ પર કોઈ પણ કંદમૂળ વિના બનાવો પનીર મખની… ડુંગળી, આદુ અથવા લસણનો ઉપયોગ કર્યા વિના ક્રીમ અને થોડા મસાલાઓ ઉમેરી બનાવો ઘરે પનીર મખની… જે 30 મિનિટથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે.સામગ્રી:
50 ગ્રામ પનીર , (ચોરસ નાના નાના ટુકડા કાપીને)
1 કપ લીલા વટાણા (બાફેલા)
2 ટામેટાં (ક્રશ કરેલા)
1 કેપ્સિકમ મરચાં
1 લીલા મરચા
2 ચમચી ઘી, અથવા માખણ
મીઠું, સ્વાદ માટે
1/4 કપ ફ્રેશ ક્રીમ, અથવા જાડા થાઈ દહીં
1/4 કપ દૂધ
1 ચમચી ખાંડ
1 ચમચી લાલ મરચા પાવડર
1 ચમચી ગરમ મસાલા પાવડર
2 ચમચી કસુરી મેથી (સૂકાં મેથીના પાંદડા)
2-3 કોથમરી ગર્નિશ માટે
રીત:
જૈન પનીર મખાની શરૂ કરવા માટે, પેનમાં ઘી ગરમ કરવા મૂકો.તેમાં મારી તેમજ મરચાં ઉમેરો. તેને આછા ગુલાબી રંગ થાય ત્યાં સુધી પેનમાં ગરમ કરો. તેને ઠંડું પાડી અને તેને સરળ પેસ્ટ બનાવવા માટે થોડું પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં મિશ્રણ કરી લો.ત્યારબાદ, એ જ પૅનમાં ઘીની બીજી ચમચી ગરમ કરો, ક્રશ કરેલા ટામેટાં ઉમેરી તેને થોડા ધીમા તાપે થવા દો ત્યારબાદ તેમાં મરીનો ભૂકો , ખાંડ, મીઠું, ગરમ મસાલા, વટાણા અને લાલ મરચું પાવડરમાં તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી મિશ્રણ ત્યાર કરો. અને તેને થોડી વાર સુધી થવા દો.પ્યોરી ત્યાર થયા બાદ તેમાં દૂધ અને તાજા ક્રીમ ઉમેરી લો. લગભગ 10 મિનિટ માટે હાઇ હીટ પર તેને થવા દો.
ત્યારબાદ તેમાં પનીર ઉમેરી દો અને તેને 5 મીનટ સુધી થવા દો.ત્યારબાદ તેને કોથમિર વડે ગાર્નિશ કરો.તો ત્યાર છે તમારી જૈન સ્ટાઇલ પનીર મખની