દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેની ત્વચા ચમકદાર હોય. લોકો પોતાની ત્વચાને નિખારવા માટે ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવે છે. પણ સૂર્યપ્રકાશ અને ગંદકીના કારણે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. જેમાં કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યાનો પણ સમાવેશ છે. આવી સ્થિતિમાં જો તમે પણ કરચલીઓ અને ફાઇન લાઇન્સથી પરેશાન છો. તો અહીં જાણો કેવી રીતે એન્ટિ-એજિંગ નાઇટ ક્રીમ ઘરે બનાવી શકાય છે અને લગાવી શકાય છે. આ નાઈટ ક્રીમ ત્વચાને માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદાઓ આપે છે.
ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો નાઇટ ક્રીમ
કોકો બટર અને લવંડર નાઇટ ક્રીમ
સામગ્રી
- 2 ચમચી કોકો બટર
- 1 ચમચી નારિયેળ તેલ
- લવંડર તેલના 5.6 ટીપાં
બનાવવાની રીત
આ ક્રીમ બનાવવા માટે કોકો બટર અને નારિયેળ તેલને ડબલ બોઈલરમાં પીગાળી લો. હવે તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાં લવંડર તેલ મિક્સ કરો. ત્યારબાદ તેને કન્ટેનરમાં સ્ટોર કરીને તમે સાંજમાં આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપચારથી તમારી ત્વચા ચમકદાર અને સોફ્ટ બને છે.
નાઈટ ક્રીમનો આ રીતે કરો ઉપયોગ
સાંજના સમયે સૂતા પહેલા તમારા ચહેરાને સારી રીતે પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ નાઇટ ક્રીમને આંગળી વડે લો અને ચહેરા-ગરદન પર લગાવો. હવે ગોળ-ગોળ ફેરવીને ચહેરા પર આંગળીની મદદથી માલિશ કરો. તેમજ આ ક્રીમને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઇ લો. આ નાઇટ ક્રીમનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચા યુવાન અને સુંદર બને છે. ચહેરા પરથી કરચલીઓ ધીમે-ધીમે ઘટવા લાગે છે.