આધુનિક લાઇફ-સ્ટાઇલ અને આહારની અનિયમિતતાના કારણે માનવ શરીરમાં અનેક બદલાવ આવે છે. જેનાં કારણે નબળાઇ અને અનેક બિમારીને સામનો કરવાનો વારો આવે છે. પરંતુ એની માઠી અસરનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે પુરુષો તેના શારિરીક સંબંધ સમયે નબળા સાબિત થાય છે. અને એટલે જ સેક્સમાં વધુ પાવરફૂલ થવા માટે પુરુષો વિવિધ પ્રકારની દવાનો સહારો લ્યે છે. પરંતુ એવું કરવાથી તેની અનેક પ્રકારની આડ અસરનો સામનો પણ કરવો પડે છે. તેવા સમયે અહિં કેટલાક એવા કુદરતી આહાર વિશે વિશેષ વાત કરીશું જે તમારી જવાનીનાં જોશને કાયમ રાખવાની સાથે-સાથે તેમાં વધારો કરવામાં પણ મદદરુપ થાય છે. અને તમારી રોમાંટીક લાઇફમાં વધુ રોમાંચ અને રોમાંસનો અહેસાસ કરાવે છે.
દાળમ :
દાળમ તણાવથી મુક્તિ આપે છે. સાથે-સાથે સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણમાં પણ વધારો કરે છે. અને એટલે જ દાળમના જ્યુસનું રોજ સેવન કરવાથી તમારી રોમાંટીક લાઇફને વધુ સારી બનાવી શકો છો.
લસણ :
લસણનું જાતિય ક્ષમતા વધારવામાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જેમાં વિટામિન બી૬ અને સેલેનિયમ હોય છે., જે જાતિય ક્ષમતા વધારવાની સાથે-સાથે સેક્સ હોર્મોન્સને પણ કંટ્રોલમાં રાખે છે.
કેળું :
કેળામાં વિટામિન એ, સી અને બી૧ની સાથે સાથે આયર્ન, મેગ્નેશિયમ અને પ્રોટીન ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. જે પુરુષોનાં શરીરમાં સેક્સ હોર્મોન્સને વધારો કરે છે. અને એટલે જ કેળાને ‘સેક્સ ફૂડ’ પણ કહેવાય છે.
સફરજન :
સફરજન શરીર માટે ખૂબ જ ગુણકારી ફળ છે. જેમાં દરેક પ્રકારનાં પોષક તત્વોનું મિશ્રણ હોય છે. દરરોજ સફરજન ખાવાથી શરીર રુષ્ટપુષ્ટ અને જાતિય અંગોની કેપેસીટી પણ વધે છે.
એવોકાડો :
એવોકાડોમાં રહેલું વિટામિન ઇ શુક્રાણુઓની ગતિશિલતાને ખૂબ જ પ્રભાવિત કરે છે. આ ઉપરાંત તેમાં ફોલિક એસિડ અને વિટામિન બી૬ પણ રહેલું છે. જે સેક્સની કેપેસીટી વધારવા ખૂબ જ લાભદાઇ સાબિત થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com