અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમજ ડૉક્ટર્સ પણ રોજ એક ચમચી અળસીનું સેવન કરે છે. આ સાથે અળસી હાર્ટ અને બૉડી જોઇન્ટ્સ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
જાણો અળસીનો મુખવાસ બનાવવાની રેસિપિ. દિવાળીમાં મિઠાઇ અને ફરસાણની સાથે-સાથે અવનવા મુખવાસનું પણ અનેરું મહત્વ છે. તો તમે પણ અળસીનો મુખવાસ ઘરે જ બનાવી શકો છો. અળસી ખાવાથી હેલ્થ પણ સચવાશે, જમ્યા પછી પાચન પણ સારું થશે અને મહેમાનો પણ ખુશ થશે.
અળસી મુખવાસ
સામગ્રી :
1 કપ અળસી
1 ચમચી મીઠું
પા ચમચી હળદર
પા ચમચી લીંબુનો રસ
1 ટેબલસ્પૂન પાણી
બનાવવાની રીત :
એક બાઉલમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી લો. સૌપ્રથમ પાણી થોડું-થોડું એડ કરવું . ત્યારબાદ લીંબુનો રસ અને ત્યારબાદ મીઠું અને હળદર એડ કરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ 10 મિનિટ એકબાજુ મૂકી દો.
10 મિનિટ બાદ એક નોનસ્ટિક પેન પર ધીમી આંચ પર શેકી લો. તે સતત હલાવતા રહેવું અને શેકવું. લગભગ 8-9 મિનિટમાં અળસી શેકાય જશે. ત્યારબાદ શેકાય જશે એટલે સરસ ફૂલી જશે અને ફૂટવા લાગશે. તેમજ અળસી શેકાય જાય એટલે ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લો. અને તમારો અળસી નો મુખવાસ છે.
મુખવાસ ઠંડો કર્યા બાદ એરટાઇટ ડબ્બામાં ભરી લો.જેથી મહિનાઓ સુધી તમે જમ્યા બાદ તેનું સેવન કરી શકો છો.