સાઉથ આફ્રિકાના કોંગો, ઘાના, જાંબિયા અને ટોગોનું પ્રતિનિધિમંડળ વાંકાનેરની મુલાકાતે : વાંકાનેરના ઉત્પાદકને મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા
વડા પ્રધાન મોદીનું મેઈક ઇન ઇન્ડિયા સ્લોગન હવે વિશ્વને અચંબિત કરી રહ્યું છે અને મજબૂત ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક લેવલે માંગ છે, સિરામિક પ્રોડકટ હોય કે અન્ય કોઈ ચીઝ વિદેશી ખરીદદારો હવે ભારતીય પ્રોડકટ માંગતા થયા છે, આથી જ સમગ્ર દેશમાં અવલ્લ નંબરના આધુનિક હળ(પ્લાવ)નું ઉત્પાદન કરતી વાંકાનેરની એગ્રો કંપનીના હળ હવે ભારતના સીમાડા ઓળંગી સાઉથ આફ્રિકાના ખેતરોમાં ખેતી કરશે.
તાજેતરમાં સાઉથ આફ્રિકાના હાઈકમિશન સાથે જાંબિયા, કોંગો, ટોગો અને ઘાનાનું એક પ્રતિનિધિ મંડળ વાંકાનેરમાં આધુનિક પ્લાવ એટલે કે હળનું ઉત્પાદન કરતી પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવી હતી અને આદ્યતન ડિસ્ક પ્લાવ તેમજ પરંપરાગત હાઇડ્રોલીક થ્રિ બોટમ પ્લાવ જોઈ પ્રભાવિત થયા હતા.
પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર હરેશભાઇ પટેલના જણાવ્યા મુજબ ભારતમાં ઉત્પાદિત એગ્રો ઈકવિપમેન્ટનું સાઉથ આફ્રિકમાં ખુબજ ડિમાન્ડ છે જેમાં રાજકોટ ખાતે ચાલી રહેલ વ્યાપાર ઉદ્યોગ સંગઠન આયોજિત એક્ઝિબિશનમાં ૧૦૦ થી વધુ ડેલીગેટ્સ ભાગ લેવા આવ્યા છે જેમાંથી ચાર દેશના ડેલીગેટ્સ તેમની પ્રોડકટ ખરીદવા માટે ઓર્ડર આપ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં એગ્રીકલચર ઈકવિપમેન્ટ બને છે જેમાં મોરબી જિલ્લાના વાંકાનેરનું નામ ટોપ પર છે, પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના હરેશભાઇ ઉમેરે છે કે તેમની કંપની ભાગોલીક પરિસ્થિતિ અને જે તે વિસ્તારની માટીનું પૃથકરણ કરી જમીનને અનુકૂળ મટીરીયલનો વપરાશ કરી મજબૂત મટીરીયલનો વપરાશ કરી લાંબા સમય સુધી ચાલે તેવા અલગ – અલગ પ્રકારના પ્લાવ બનાવે છે જેથી ખેડૂતોને ફાયદો થાય છે.
હાલમાં પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સાઉથ આફ્રિકન દેશોને પરંપરાગત થ્રિ બોટમ રેગ્યુલર અને ડિસ્ક પ્રકારના પ્લાવ મોકલવામાં આવનાર હોવાનું તેમજ ઉપરોક્ત ચારેય દેશો સાથે આફ્ટર સેલ્સ સર્વિસ સાઉથ આફ્રિકા સુધી આપવામાં આવનાર હોવાનું પણ હરેશભાઈએ ઉમેર્યું હતું.
આમ, સિરામિક ઉત્પાદનો થકી વિદેશી હૂંડિયામણ રળી આપતા મોરબી જિલ્લામાં હોવી એગ્રીકલચર ઈકવિપમેન્ટ પ્રોડકટ પણ હવે મોટા પાયે નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કમાવવા સજ્જ બન્યું છે.