૨૦૨૦ સુધીમાં સાથે મળીને રોકેટ લોન્ચ કરશે

ભારત હાલ પ્રગતિના પંથે ઝડપથી વિકસીત થઈ રહ્યું છે. ડિજીટાઈઝેશનની ક્રાંતીથી લોકોનાં વિચારો સમજો બદલી છે ત્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન મેક ઈન ઈન્ડીયા પ્રોજેકટ અંતર્ગત ખાનગી પેઢીઓને પણ ઉત્પાદન માટેની સૂવર્ણ તક આપશે. ઈસરો વર્ષ ૨૦૨૦ સુધીમાં ખાનગી પેઢીઓ સાથે મળીને જોઈન્ટ વેન્ચરથી એક રોકેટ લોન્ચ કરશે. ઈસરોનાં ચેરમેન એ એસ કિરન કુમારે જણાવ્યું હતુ કે પોબાર સેટેલાઈટ લોન્ચ વાહન માટેના પ્રાથમિક કાર્યો શ‚ કરી દેવામાં આવ્યા છે. ઈસરો ખાનગી કંપનીઓ પાસેથી આ ડિલ બાબતે તેમની મંજૂરી મેળવવા માટે છે. આ જોઈન્ટ વેન્ચરનો ઉદેશ ૧૨ વર્ષે ઈસરોને નવા રોકેટ લોન્ચમાં વધારો કરાવવાનો છે. કુમારે જણાવ્યું હતુ કે ઈસરો હાલ વર્ષમાં આઠથી ૧૦ લોન્ચ કરે છે. તેમનો લક્ષ્યાંક વર્ષભરમાં ૧૮ લોન્ચ કરવાનો છે. જે ખાનગી કંપનીઓની મદદ સિવા શક્ષમ નથી ઈસરોને હાલ અલગ અલગ ઉપગ્રહો પર ૪૦ સેટેલાઈટસ છે.

પરંતુ દેશની જ‚રીયાત પ્રમાણે તેમને હજુ વધુમાં વધુ સેટેલાઈટસની આવશ્યકતાઓ છે. ખાનગી પેઢીઓનું સમાવિષ્ટ મા માત્ર તેમની જ‚રીયાત માટે જ નથી. પરંતુ તેથી ભારતીય વેપારને વિશ્ર્વવ્યાપી માર્કેટ મળશે. જ દિન-પ્રતિદિન વધતા ક્રમમાં જઈ રહી છે.

થોડા સમય પહેલા જ અમને ખ્યાલ આવ્યો કે. ખાનગીકરણનો ઉમેરો કરવાથી તેમની સેટેલાઈટસની સુવિધામાં ધરખમ ફાયદો થશે જોકે આ પ્રકારનો નિર્ણય પ્રથમ વખત લેવાઈ રહ્યો છે.

કુમારે ઉમેર્યું હતુ કે હાલ તેમની પાસે ૩૧ ભારતીય કંપનીઓ છે જે લોન્ચ વાહનોનું નિર્માણ કરવા માટે તૈયાર છે.

જેમાં વધુ પ્રમાણમાં નાના રોકટનો સમાવેશ થાય છે. માટે ભારતમાં સ્પેસ ડેસ્ટિનેશનને આ નિર્ણય વધુ સક્ષમ બનાવશે જોકે આ તક માત્ર સાહસિકારો માટે છે. નબળા હૃદયના ઉદ્યોગપતિઓ માટે નહી જોકે આ પ્રોગ્રામ માટે સેફટી અને રીગોર માટે કોઈ પણ બાંધછોડ કરવામાં આવી નથી. જોકે ૨૮ પેસેન્જરની ક્ષમતા ધરાવતું ‘કાર્ટોસાટ-૨’ ૩૦ પેસેન્જરના વજનને કારણે પરિક્ષણમાં નબળુ પૂરવાર થયુંહતુ પરંતુ તેને હવે નવા પ્રયોગો દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે.

કારણ કે તેનો ઉમેરો સેટેલાઈટમાં કરવાથી સારી કવોલિટીની તસ્વીરો મેળવી શકાય છે. જે ખૂબ ઉપયોગી અને એકસલુસિવ છે.

માટે તેની નિષ્ફળતાના મુખ્ય ઘટકોને ઘડમૂડમાંથી કાઢવામાં હાલ વૈજ્ઞાનિકો વ્યસ્ત છે. પરંતુ કુમારે જણાવ્યું હતુ કે કોઈ પ્રકારની મુળભૂત તકલીફો નહતી તે સ્પષ્ટ છે.

કારણ કે કાર્ટોસાટે ઘણી વખત સા‚ પ્રદર્શન કર્યું છે. આ વખતે જ‚રી પ્રમાણમાં પંપમાં પ્રેશર ન આવવાને કારણે જ આ સમસ્યા સર્જાઈ છે. જેનું નિવારણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત હાલ ખાનગી કંપનીઓને લોન્ચ વાહનો બનાવવાની ઈસરો સાથેના ટાઈઅપ બાદ મંજૂરી અપાઈ છે.

માટે ભારત બમળી ગતીથી પ્રગતિ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.