- ૨૫૦ ગ્રામ ગાજર
- – ૧૦૦ ગ્રામ બટાકા
- – ૧/૨ ટી સ્પુન મરીનો ભુકો
- – ૧ કપ વ્હાઇટ સોસ
- – ૧/૨ કપ ક્રીમ
- – મીઠુ, બ્રેડના તળેલા કટકા
– એક વાસણમાં ૫ કપ પાણી મુકી ઉકાળવું ગાજરને છોલી, ધોઇ વચ્ચેનો સફેદ ભાગ કાઢી, ટુકડા કરવા. બટાકા અને ડુંગળીને છોલી અને ટમેટા સાથે મિશ્ર ટુકડા કરવા. ત્યાર બાદ બધુ પાણીમાં નાખવું અને બફાય એટલે ઉતારી ઠંડુ પડે એટલે લિક્વિડાઇઝરમાં નાખી એક રસ કરી ગાળી લેવું પછી ઉકળવા મુકવું. તેમા મીઠુ, મરીનો ભુકો તજનો પાઉડર, વ્હાઇટ સોસ અને ક્રીમ નાખી સુપ ઉતારી લેવું. અને બ્રેડના તળેલા કટકા સાથે ગરમ સુપ સર્વ કરવું.