નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો કેવી માજા આવે. મોટાભાગે લોકો બહારથી જ બ્રેડ પકોડા લાવતા હોય છે. પરંતુ આપણે આ બ્રેડ પકોડા ઘરે પણ આરામ થી બનાવી શકી છીએ અને આપણે આપણા સ્વસ્થ અને સ્વછતા નું પણ ધ્યાન રાખી શકીયે છીએ.

સામગ્રી :

6 બટેટા

4 ટેબલ સ્પૂન કથમીર

3 ઝીણાં સમારેલા લીલા મરચાં

1 1/2 ટી-સ્પૂન આમચૂર પાવડર 

નમક સ્વાદ અનુસાર

4 કપ પાણી

8 બ્રેડ સ્લાઈસ

1 કપ ગ્રીન ચટણી 

3 કપ બેસન

1 ટી-સ્પૂન અજમો

2 ટી-સ્પૂન લાલ મરચાંનો પાવડર

1 ટી-સ્પન ગરમ મસાલો

એક ચપટી હીંગ

નમક સ્વાદ અનુસાર

તેલ(તળવા માટે)

બ્રેડ પકોડા બનાવવાની રીત :

સૌપ્રથમ પ્રેશર કૂકરમાં 3-4 સીટી વાગે ત્યાં સુધી બટેટાને બાફો.

થોડી વાર પછી તેને કુકરમાંથી કાઢીને છાલ કાઢીને મૅશ કરી લો.

હવે આ બટેટામાં કોથમીર, લીલાં મરચાં, એક ચમચી લાલ મરચાંનો પાવડર, આમચૂર પાવડર અને મીઠું નાખો અને સારી રીતે મિક્સ કરો.

એક વાસણમાં બેસન, અજમો, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, હીંગ અને મીઠું નાખો. જરુર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી લો.

ખીરાની તીખાશ ચાખી લો અને 2-3 ટીપાં તેલ નાખીને એક બાજુ મુકી દો.

હવે બ્રેડને ત્રિકોણ આકારમાં કાપો.

કાપેલી બ્રેડ પર એક બાજુ પહેલા લીલી ચટણી લગાવો અને પછી તેના પર બટેટાનું સ્ટફિંગ પાથરી તેના ઉપર બ્રેડનો બીજો ટુકડો મુકો.

હવે આ બ્રેડને ખીરામાં નાખો અને બન્ને બાજુ ખીરું બરોબર લાગે તેનું ધ્યાન રાખો.

સ્લો ફ્લેમ પર એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ખીરામાં ડિપ કરેલા બ્રેડને તળો.

તો બસ તૈયાર છે ગરમાગરમ બ્રેડ પકોડા તેને પ્લેટમાં કાઢી સોસ અને લીલી ચટણી સાથે સર્વે કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.